• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પો,સ્ટે તથા ચોટીલા પો,સ્ટે એમ બે અલગ-અલગ ખુંનના ગુન્હામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પરોલ ફ્લો સ્કોડની ટીમ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના એમ બે અલગ-અલગ ખુંનના ગુન્હામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.

તા.૦૬/૦૯/૨૦૨૪
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશનુ આયોજન રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપતા જે અનુસંધાને શ્રી એમ.પી.પંડ્યા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબી નાઓના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.એન.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઈ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડનાઓને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે, (૧) મોરબી તાલુકા પો.સ્ટે.ફ. ગુ.ર.નં.૧૭૧/૨૦૧૬ આઇ.પી.સી કલમ-૩૦૨,૩૨૩,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ તથા (૨) સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૫૧/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૦૨,૪૦૪ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રાજેશ પુજીયા ભુરીયા રહે. કુશલપુરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો હાલે જાબુંઆ ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રાજેશ પુજીયા ભુરીયા /બસોડ અનુ.જાતી ઉવ.૩૫ રહે. કુશલપુરા ગામ માલ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો આઝાદ ચોક જાબુંઆ ગ્રામીણ બેંકની સામેથી મળી આવતા મજકુરને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ની કચેરી ખાતે લાવી તા.૦૬/૦૯/૨૦૨૪ ના કલાક ૧/૦૦ વાગ્યે બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આમ,મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના એમ બે અલગ-અલગ ખુંનના ગુન્હામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કવોડ તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ :મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતાચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં*

Hello Morbi

*વાંકાનેર:ભારતીય જનતા પાર્ટી ની વાંકાનેર ખાતે પહોંચેલી ગુજરાત ગૌરવ યાત્રા માં કેન્દ્ર મંત્રી પિયુષભાઈ ગોયલ અને ડો.ભરત બોઘરા નું ઉષ્માભેર સન્માન સ્વાગત કરતા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ રાજુભાઈ મઢવી*

Hello Morbi

*મોરબી શહેર ની પ્રજા ને બાન માં લેતા ભાજપ તેમજ વહીવટીતંત્ર.મહેશ રાજ્યગુરુ નો આક્ષેપ*

Hello Morbi

Leave a Comment