• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ૧૨૫ દીકરીઓનું કન્યા પૂજન તેમજ લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજાયો.*

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ૧૨૫ દીકરીઓનું કન્યા પૂજન તેમજ લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજાયો.*

મોરબી ના વીસી પરા સ્થિત પંચેશ્વરી મેલડી માતાજી ગરબી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા કન્યા પૂજન તેમજ લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જે અંતર્ગત કુલ ૧૨૫ દીકરીઓનું પૂજન તેમજ તેમને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા પ્રતિવર્ષ નવરાત્રી ના પાવન પર્વ નિમિતે કન્યા પૂજન કાર્યક્રમ યોજવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે શહેર ના વીસી પરા સ્થિત પંચેશ્વરી મેલડી માં ગરબી ખાતે કન્યા પૂજન કાર્યક્રમ યોજાવા માં આવ્યો હતો.
આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ શ્રી નેવિલભાઈ પંડિત તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અગ્રણી નરેન્દ્રભાઈ પાઁવ દ્વારા દરેક બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તરફથી દરેક માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કન્યા પૂજન કાર્યક્રમ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, ધર્મેન્દ્રભાઈ કાલરીયા, અશોકભાઈ જોશી, ભવ્યભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ પાવ, હરીશભાઈ રાજા, રમણીકભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, વિપુલભાઈ પંડિત, પારસભાઈ ચગ, મહિલા અગ્રણી ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, સર્વ હિન્દુ સંગઠન મોરબી ના સંયોજક કમલેશભાઈ બોરીચા, વિહીપ અગ્રણી પુષ્પરાજસિંહ, બજરંગ દળ અગ્રણી કૃષભભાઈ રાઠોડ, કેસરીનંદન ગૃપ ના અગ્રણી હિતુભા ઝાલા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લી.
નિર્મિત કક્કડ
મંત્રી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી શહેર.

Related posts

*દુઃખદ અવસાન બેસણું હડીયાણા*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર-જાલીડા રામધામના સેવકોએ ડીસા રઘુવંશી લોહાણા સમાજને પાઠવ્યું નિમંત્રણ*

editor

*HELLO MORBI: વેગડવાવના તલાટીશ્રી એલ.એ ઠોરિયાને ઘુનડા(સ) પંચાયતનુંનાણાકીય રેકોર્ડ ગુમ કરતા ફરજ મોકુફ કરાયા*

editor

Leave a Comment