• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાસે*

કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ એપ્રિલ-૨૦૨૫ બાદ રેશનકાર્ડના લાભો કાર્યરત રાખવા e-KYC ફરજીયાત કરવામાં આવ્યુ છે જે તમામ કેટેગરીના રેશનકાર્ડ ઘારકોને લાગુ ૫ડશે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦૦% e-KYC પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. જો સમયમર્યાદા e-KYC પૂર્ણ નહી થાય તો સબસડી હોલ્ડ થઇ શકે છે તેમજ સરકારશ્રીના અન્ય લાભો માટે ૫ણ e-KYC આવશ્યક છે.
આથી રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરે બેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e- KYC કરી શકે છે. તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E, Post Office તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી e- KYC કરી શકાય છે. ઉપરાંત નજીકના વ્યાબી ભાવના દુકાનદાર મારફતે ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ બે રીતે e-KYC કરાવી શકાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e- KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e- KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરે બેઠાં e-KYC કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી કરાવી શકે છે. જે રેશનકાર્ડ ઘારકોના ખોટા આઘાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઇ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકશે.

મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી તેમજ જિલ્લા પુરવઠા કચેરી ખાતે તા.૩૦/૦૪/૨૦૨૫ સુઘીની તમામ જાહેર રજામાં e-KYC માટેની કામગીરી શરૂ રહેશે. જેથી જાહેર જનતાને કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહી તેની ખાસ તકેદારી રાખવા તેમજ e-KYC કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

*મોરબી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ ગડારા દ્વારા પીપળી અણીયારી હાઇવે જોડતા રોડ ની કામગીરી શરૂ કરવા કરાઇ રજૂઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મહાનગરપાલકા અને ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના સંયુક્ત ઉપક્રમે રંગોળી હરીફાઈ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒ટંકારા ખાતે ચાલતા પાણીની પાઇપ લાઇનના કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરતા ભાજપ અગ્રણીય*

editor

Leave a Comment