• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત મોરબીમાં જિલ્લાકક્ષાની રન ફોર યુનિટી યોજાઈ*

*લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે*
*“રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત મોરબીમાં જિલ્લાકક્ષાની “રન ફોર યુનિટી” યોજાઈ*

*ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.બી.ઝવેરી સહિતના મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

*મોરબી, તા.૨૯ ઓકટોબર,*
આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસ એટલે કે “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે ”એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને સાર્થક કરતી “RUN FOR UNITY” દોડનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવે છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
મોરબી શહેરમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમા આગળ જિલ્લા કક્ષાની રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી આ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ દોડ સરદાર પટેલ સ્ટેચ્યુ- નવા બસ સ્ટેન્ડ રોડથી ઉમિયા સર્કલ સુધી પહોંચી હતી. જેમાં વિવિધ વિભાગના સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, એન.સી.સી.કેડેટસ, જિલ્લા પોલીસ દળના કર્મયોગીઓ, જિલ્લા હોમગાર્ડ દળના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ ”RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર શ્રી એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી શ્રી ડોબરિયા તથા શ્રી દુદકીયા તથા શ્રી સુનિલ પરમાર, લોક અગ્રણી શ્રી જયંતીભાઈ ભાડેશીયા અને શ્રી અરવિંદભાઈ વાંસદડિયા સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓએ શ્રી સરદાર પટેલજીની પ્રતિમાને વંદન સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સર્વેએ ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર યાત્રાનો માર્ગ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠયો હતો.

Related posts

*HELLO MORBI NEWS:રાજકોટ : મદલાણી પરિવારના ક્યુટબોય પ્રેમ મદલાણી નો આજે જન્મદિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

*HELLO MORBI: જોડીયા બાર એસોસિએશન ના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment