• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવા માં આવી*

*આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવા માં આવી છે* ,
ડો પ્રતિક પટેલ (ન્યૂરોસર્જન) અને ડો આશિષ હડીયલ (પ્લાસ્ટિકસર્જન) દ્વારા જટિલ સર્જરીને પાર પાડવા માં આવી હતી.
ધ્રાંગધ્રા ના ૨૪ વર્ષ ના દર્દી છે,જેમનું ૪ ફેબ્રુઆરી ના રોજ અકસ્માત થયું હતું જેમાં તેમની જમણી બાજુની ખોપડીના આગળ નો ભાગ તેમજ જમણી બાજુની આંખ ઉપરની બાજુનું હાડકું ઈજાગ્રસ્ત થઇ અને ભુક્કો થઇ ગયેલ એવું કહી શકાઈ, તે દરમિયાન દર્દી આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં આવેલ. ત્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લઇ અને મગજ માં જે ખોપડી ના કટકા અંદર ધસી ગયેલા જેને ઉપાડી અને ડો પ્રતિક પટેલ (ન્યૂરોસર્જન) દ્વારા મગજનું ઓપરેશન કરવા માં આવ્યું અને દર્દીના ચહેરા ના ભાગમા આંખની ઉપરના હાડકાનું [Supra Orbital Rim] ફ્રેક્ચર થઈ ઘણા કટકા થઈ ગયેલા અને અંદર બેસી ગયા હતાં. જેનાં લીધે આંખની ઉપરના ભાગમાં ખાડો દેખાઈ છે.જે દેખાવમાં ખૂબજ ખરાબ લાગે છે. બીજુ આંખનો ડોળો જે હાડકામાં હોય છે તેના છાપરામાં ફ્રેક્ચર [Orbital Roof Fracture]થયું હતું અને આંખનો ડોળો ઉપર ની બાજુ ખસી જતો હતો. ઓપરેશન કરી ટાઈટેનિયમ ધાતુ ની પ્લેટથી આંખની ઉપરના હાડકાને જોડવામાં આવ્યું અને છાપરા ના ફ્રેક્ચરની જગ્યાએ ટાઈટેનિયમ ધાતુ ની મેસ મુકી ડો આશિષ હડીયલ (પ્લાસ્ટિકસર્જન) દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હાલ માં દર્દીને આંખ માં કોઈ પ્રકાર ની ઈજા અથવા ખોટ નથી અને દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. દર્દી અને તેમની ફેમિલી દ્વારા આયુષ હોસ્પિટલની ટીમ અને ડોક્ટરો નો આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐑𝐓𝐎 દ્વારા જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:ધ્રોલ ખાતે જામનગર જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો*

editor

*HELLO MORBI:ખંઢેરીના જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષોથી દબાણો કરાયા*

editor

Leave a Comment