• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૨૫ મે સુધી પ્રવેશબંધી*

મોરબી:તા૨૩ વાંકાનેર ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રા.અ.પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’,’બી’,’સી’, ‘હેડ કવાર્ટર’ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓની વર્ષ-૨૦૨૫ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે અને DY. COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા.૨૫/૦૫/૨૦૨૫ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તારીખ ૨૫/૦૫/૨૦૨૫ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Related posts

*HELLO MORBI:મોરબીમાં જિલ્લા મહદ્અંશે તમામ ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો*

editor

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને સાકર થી જોખવામાં આવ્યા*

editor

US House of Representatives passes Trump-backed coronavirus relief package

Admin

Leave a Comment