
(*શરદ રાવલ હરિયાણા દ્વારા*)આજ રોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળામાં ભવ્યાતિભવ્ય રીતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -2025 ની ઉજવણી તારીખ 27/6/2025 શુક્રવારના રોજ કરવામાં આવી…. આંગણવાડી , બાલવાટિકા અને ધો-1 ના નાનકડાં ભુલકાઓનુ 100% નામાંકન કરવામાં આવ્યું છે….સરકારશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી વર્ષો પૂર્વે 100% નામાંકન, સ્થાયી કરણ અને 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત તેમજ ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને શાળામાં પ્રવેશ પામતું બાળક શાળામાં આનંદ, ઉલ્લાસ અને હરખભેર શિક્ષણ મેળવે એવા ઉમદા હેતુસર આ પર્વે દર વર્ષે ઉજવવામાં આવે છે.
આજનાં રુડાં દિવસે અમારી શાળામાં મુખ્ય મહેમાન તરીકે જામનગર એસટી ટ્રાફિક કંટ્રોલ
શ્રી જે.વી.વિસરાણી સાહેબ, સી.આર.સી.જાગૃતિબેન રાણીપા બાલાચડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જયદેવસિંહ વાઘેલા તેમજ ગામના સૌ વડીલો મહિલાઓ અને વિદ્યાર્થી મિત્રો તેમજ સાથે મોટી સંખ્યામાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો….
મહેમાનોના આગમનને શ્રેષ્ઠ રીતે વધાવતા અમારી શ્રી બાલાચડી પ્રાથમિક શાળાની દીકરીઓ માથે સામૈયા લઈને , કુમકુમ તિલક તેમજ પુષ્પવર્ષા કરી એક અદ્ભુત દ્રશ્ય સર્જી સૌ મહાનુભાવોના દિલ જીતી લીધા… દીપ પ્રાગટ્ય અને સંસ્કૃતિની અને શ્રીમદ્ ભગવતગીતાની ઝાંખી કરાવતા શ્લોકો સાથે સુંદર પ્રાર્થના રજુ થઈ, શાળા પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત,તથા શાળાની દીકરીઓનું શૈક્ષણિક કીટ તથા પુસ્તક આપી સન્માન કરાયું ત્યારબાદ વિધિવત રીતે આંગણવાડી,બાલવાટીકા તથા ધો-1 ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તથા પધારેલા મહેમાનો અને ગામના વડીલો દ્વારા પ્રસંગોચિત સુંદર પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ અમારી શ્રી બાલાચડી પ્રાથમિક સરકારી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે સૌએ હૃદયથી બીરદાવી આચાર્યશ્રી હિતેશભાઈ તથા શાળા પરિવાર માટે સૌએ રાજીપો વ્યક્ત કરી સૌને ઉત્તમ કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સુંદર અને યાદગાર પ્રસંગે શાળા તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી અવનવી સ્પર્ધાઓ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મેળવેલ વિદ્યાર્થીઓનું તેમજ ધોરણ 3 થી 8 અભ્યાસમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે ઘટના અમારા શાળા પરિવાર માટે ગૌરવપૂર્ણ રહ્યું.
કાર્યક્રમના અંતિમ દોરમાં શાળાના આચાર્યશ્રી દ્વારા આભારવિધિ બાદ શાળા પ્રદર્શન,શાળા મુલાકાત,એસ.એમ.સી મીટીંગ સાથે વૃક્ષારોપણ કરી આવો યાદગાર ઉપક્રમ ચરિતાર્થ થયો.


