• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૮ જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ*

મોરબી, ૧૫ જુલાઈ
રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર-રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.
રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરનાં આંણદપર નવાગામ ખાતે રૂપિયા 𝟒.𝟓𝟎 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું*

editor

*HELLO MORBI:ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમ કાર્યરત*

editor

*HELLO MORBI:મોરબીના નાની બજાર મેઈન રોડ પર આવેલું જર્જરિત મકાન તોડી પાડવા પાલિકાને રજૂઆત*

editor

Leave a Comment