• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સ્વ,વાલજીભાઈ કલ્યાણજીભાઈ પાંચોટિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પાંચોટિયા પરિવાર તથા નાલંદા પરિવાર દ્વારા નાલંદા વિદ્યાલય વિરપર ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો*

નૈમિષ સેજપાલ ટંકારા : ટંકારાના વતની નાલંદા વિદ્યાલયના ચેરમેન તથા જયરાજભાઈ આંબાભાઈ પટેલ મહિલા કોલેજ મોરબીના પ્રિન્સિપાલ સ્વ. વાલજીભાઈ કલ્યાણજીભાઈ પાંચોટિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પાંચોટિયા પરિવાર તથા નાલંદા પરિવાર દ્વારા નાલંદા વિદ્યાલય વિરપર ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયેલ.
આ રક્તદાન કેમ્પ નો પ્રારંભ નાલંદા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી બી.એ. ગામી દ્વારા દીપ પ્રાગટ્ય થી કરાયેલ. મેનેજિંગ ટ્રસ્ટી બી. એ. ગામીએ સ્વ વિ.કે. પાંચોટિયાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલ પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સ્વ વિ.કે. પાંચોટિયા સાથે કોલેજ જીવનના મિત્રતા તથા સાથે કામ કર્યા ના પ્રસંગોના સ્મરણોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવેલ.
નાલંદા શાળા પરિવાર ગણ તેમજ કર્મચારીગણ તથા પાંચોટિયા પરિવારના સભ્યો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. કાર્તિકભાઇ પંચોટિયા દ્વારા પોતાના સ્મરણો યાદ કરી શ્રદ્ધાંજલિ આપેલ. કેળવણી ક્ષેત્રે તેમણે હંમેશા સારા કાર્ય કરેલ અને તેના માટે કટિબંધ હતા. તેઓ હસમુખ ઉમદા અને શિક્ષણ ક્ષેત્રના એક વિરલ વ્યક્તિ હતા તેમના જવાથી ટંકારા વિસ્તારને પણ મોટી ખોટ પડેલ છે .
મહિલા કોલેજના પ્રિન્સિપાલ તરીકે તેઓ ટંકારા તાલુકાના કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓના વાલી બનીને રહેલ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત પ્રયત્નશીલ હતા.
ટંકારાના જયરાજભાઇ આંબાભાઈ પટેલની જેમ (વિ.કે.પાંચોટિયા ) વાલજીભાઈ કલ્યાણજીભાઈ પાંચોટિયા ટંકારા ના પનોતા પુત્ર હતા. ટંકારા વાસીઓ આજે પણ તેઓને યાદ કરે છે.
નાલંદા પરિવાર તથા પાંચોટિયા પરિવાર એ રક્તદાન દ્વારા સ્વર્ગસ્થ વિ.કે.પાંચોટીયા ને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.*જેમાં ૫૧ બોટલ એકત્રિત થયેલ હતી*

Related posts

*મોરબી કબીર આશ્રમ આંગણવાડી ખાતે જીતુભાઈ ચંદારાણા દ્વારા પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિત્તે સ્થાનિક બાળકોને શિક્ષણ ઉપયોગી ભેટ અને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું*

Hello Morbi

PETROL DIESEL PRICE TODAY: આજે પણ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના રેટ

Hello Morbi

*HELLO MORBI*ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે કામઈ માતાજીના મંદિરે હવન કરાયો*

editor

Leave a Comment