• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવલખી હાઈવે પર ઓવરલોડ અને નશામાં ધૂત વાહન ચાલકો સામે કાર્યવાહી કરો : કોંગ્રેસની આરટીઓને રજુઆત*

*જો આઠ દિવસમાં કોઈ સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો ગામ લોકોને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની ચીમકી*
મોરબી તા ૨૨ : મોરબી જિલ્લાના નવલખી હાઈવે પર નશાકારક પદાર્થોનું સેવન કરીને બેફામ રીતે ઓવરલોડ વાહનો ચલાવતા ટ્રક ડ્રાઈવરો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા RTOને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત મુજબ, નવલખી હાઈવે પરથી પસાર થતા કેટલાક ઓવરલોડ વાહનોમાંથી કાંકરી, પથ્થર, રેતી અને કોલસો જેવો સામાન રસ્તા પર પડે છે. આના કારણે નાના વાહનો પર આવા પદાર્થો પડવાથી ગંભીર અકસ્માતો થવાનું જોખમ રહેલું છે. વધુમાં, નશાની હાલતમાં વાહન ચલાવતા ડ્રાઈવરોને કારણે ભૂતકાળમાં પણ અનેક ગંભીર અકસ્માતો થયા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ કેટલાક ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી હોતા.
રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો આ મામલે તાત્કાલિક કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી RTO કચેરીની રહેશે. વધુમાં, જો 8 દિવસમાં કોઈ સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો ગામ લોકોને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેનાથી ઉદ્દભવતા પરિણામોની જવાબદારી પણ RTO કચેરીની રહેશે.

Related posts

*HELLO MORBI NEWS:પૂ.જલારામ બાપા ની ૧૪૪મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ ધામ ખાતે ધૂનભજન-મહાઆરતી-મહાપ્રસાદ-સુંદરકાંડ ના પાઠ સહીતનાં કાર્યક્રમો યોજાશે*

editor

*HELLO MORBI:દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયાની શ્રી સાંઈના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું*

editor

Leave a Comment