• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:થરા બસ સ્ટેન્ડ ખાતે ઠક્કર અચરત લાલ શિવરામભાઈ પરિવાર દ્વારા જલારામ જલસેવા પરબનું કરાયું લોકાર્પણ*

થરા બસ સ્ટેન્ડ ખાતે ઠક્કર અચરત લાલ શિવરામભાઈ પરિવાર દ્વારા જલારામ જલસેવા પરબનું કરાયું લોકાર્પણ
કાંકરેજ તાલુકાના હ્દયસમા થરા નગરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને દર વર્ષની જેમ અચરતલાલ શીવરામભાઈ ઠકકર પરિવાર દ્રારા શ્રી જલારામ જલસેવા પરબનું લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા, જલારામ મંદિર પૂજારી શ્રી લાભશંકર જોશી, ડીસાથી ભગવાનભાઈ બંધુ,ધીરજભાઈ શાહ, કનુભાઈ ઠક્કર,વિજયભાઈ ઠક્કર,તરુણભાઈ ઠક્કર, અશોકભાઈ ભુવાજી, જશુભાઈ ઠક્કર, રાયમલભાઈ ચૌધરી, શેમાભાઈ ચૌધરી, રાજુભાઈ લાટી, ચંપકભાઈ ઠક્કર, દીક્ષિતભાઈ શાહ,રાઘવેન્દ્રભાઈ જોશી, અતુલભાઇ શાહ, ઋત્વિક ઠક્કર, નટુભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ ગોસ્વામી, ગીરાબેન શાહ ,અલ્પેશભાઈ શાહ, હલા ભાઈ યોગી, દશરથભાઈ સરપંચ તાણા,વસંતભાઈ રૂવેલ સરપંચ, નગરપાલિકા કોર્પોરેટરો વિક્રમસિંહ વાઘેલા તેમજ મહેન્દ્રસિંહ વાઘેલા,શરદભાઈ સાપરિયા,બેચરભાઈ,ભરતસિંહ વાઘેલા,રમીલાબેન જોષી સહિત અનેક આગેવાનો, નગરજનો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ભગવાનભાઈ બંધુ તેમજ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ પ્રસંગોચિત ઉદબોધન કરી ઠક્કર અચરતલાલ શિવરામ ભાઈ પરિવાર, હર્ષદભાઈ અને નિરંજનભાઇ ને ખુબ ખુબ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.અચરતલાલ શીવરામભાઈ ઠકકર પરિવાર દ્રારા છેલ્લા છ વર્ષથી દર ઉનાળામાં પૂજ્ય જલારામ બાપાને માધ્યમ બનાવીને પાણીની પરબ શરૂ કરવામાં આવે છે જેની ઉપસ્થિત સૌકોઈએ પ્રશંસા કરી હતી.

Related posts

*પૂજનીય સંતો,સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં કનુભાઈ આચાર્યના “હાસ્યાસવ ” પુસ્તકનું ડીસા ખાતે દબદબાભેર થયેલ વિમોચન*

Hello Morbi

*HELLO MORBI NEWS: માળીયા (મિં) ના કાજરડા ગામ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*ટંકરાના યુવા પત્રકાર ધવલ ત્રિવેદીનો પુત્ર અદ્રિત H.KGની પરીક્ષામાં દ્વિતીય*

Hello Morbi

Leave a Comment