• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 𝟐𝟎𝟐𝟓નું આયોજન કરવામાં આવ્યું*

રિપોર્ટર-શરદ રાવલ
જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 2025નું આયોજન કરવામાં આવ્યું.
કેરિયર ફેઅર-2025 વિદ્યાર્થી ભવિષ્ય ઘડતરની દિશામાં એક મજબૂત પગલું.
જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે તારીખ 28 જુલાઈ 2025ના રોજ 11:30 વાગ્યેથી 1:30 સુધી કેરિયર ફેેઅર- 2025નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરવાનો હતો.
આ કેમ્પમાં વિશિષ્ટ મહેમાનો સરોજ સંદપા (રોજગાર અધિકારી) અને ધ્રુવસિંહ જાડેજા કાઉન્સલોર, રોજગાર કચેરી જામનગર,દરબાર ગોપાલદાસ શૈક્ષણિક વિદ્યાસંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ,વિદ્યાનીકેતન માધ્યમિક શાળા અલિયાબાડાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડાના ધોરણ:-9 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દીક વિકલ્પો એન એન્ટ્ન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, સાથો સાથ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુકસ, BROCHUREની પ્રદર્શનીનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેનો લાભ બધા વિદ્યાર્થીઓએ લીધો હતો.
શાળાના પ્રિન્સિપલ શ્રી એમ.પી.સિંહ એ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય દિશા માટે માર્ગદર્શન આપે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

Related posts

*ટંકારા કંસારા સમાજને ઓબીસીમાં સમાવેશ કરવા માટે મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI:શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 85 દર્દીઓએ લાભ લીધો*

editor

ઓક્સફોર્ડની રસીએ કરી બતાવી કમાલ, ઉંમરલાયક લોકો પર પણ દેખાડી સકારાત્મક અસર

Hello Morbi

Leave a Comment