• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મહેસાણા કારકિર્દી સેમિનાર માટે ડીસા જલારામ મંદિરે યોજાઈ મીટીંગ*

મહેસાણા કારકિર્દી સેમિનાર માટે ડીસા જલારામ મંદિરે યોજાઈ મીટીંગ
તારીખ 24-8-2025 રવિવારે જલારામ મંદિર મહેસાણા ખાતે લોહાણા સમાજના વિધાર્થીઓ યુપીએસસી -જીપીએસસીની સંપૂર્ણ તૈયારી કરી કારકિર્દી બનાવી શકે તે માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.આ માટે મહેસાણાના બે યુવાન લોહાણા અધિકારીઓ કિશોરભાઈ ચંદ્રાણી અને નેહુલભાઈ ઠક્કરે જલારામ મંદિર ડીસા ખાતે જાણીતા શિક્ષણવિદ કનુભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને લોહાણા સમાજ સાથે મીટીંગ કરી રજીસ્ટ્રેશન માટે પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.
લોહાણા મહા પરિષદ ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ બેઉ અધિકારીઓનું કંકુતિલક,ફૂલછડી,સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોહાણા વિદ્યાર્થીઓએ આ મીટીંગ અને માર્ગદર્શનથી રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ અવસરે સર્વ દેવચંદભાઈ એન.ઠકકર,મનોજભાઈ કે ઠક્કર, સચીનભાઈ વકીલ, પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર,અંજુબેન કારિયા, આનંદભાઈ પી.ઠકકર, સંગીતાબેન ઠક્કર, વૈકુંઠભાઈ કારિયા, કમલેશભાઈ રાચ્છ, દર્શનભાઈ વકીલ,કિશોરભાઈ મુલાણી સહિત વિવિધ અગ્રણીઓએ પ્રતિભાવ આપી મહેસાણાના સેમિનારમાં ડીસા નગરમાંથી વધારે રજીસ્ટ્રેશન કરાવવાની લાગણી વ્યક્ત કરી મહેસાણાના બેઉ યુવાનોને લોહાણા સમાજ માટે ચિંતન અને ચિંતા કરવા બદલ અભિનંદન આપ્યા હતા.અધ્યક્ષમહોદય કનુભાઈ આચાર્યે સૌને પ્રોત્સાહન આપ્યું હતું.
મહેસાણાના બેઉ લોહાણા યુવાન અધિકારીઓએ ભાવિ પેઢી સરકારી સીસ્ટમમાં વધારે જોડાય તે માટે પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.મહેસાણાના સેમિનારમાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.આભારવિધિ કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કરે કરી હતું.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગ ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક એશિયા ૨૦૨૩નું આયોજન*

editor

*HELLO MORBI:મોરબી કોગ્રેસ ના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપ ના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદ માં તટસ્થ તપાસ કરવા અંગે ડી એસ પી સાહેબ ને કરેલ રજૂઆત *કોગ્રેસ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી કરી શકાશે*

editor

Leave a Comment