• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી*

જલારામ મંદિર ડીસા ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી
દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિર ડીસા ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.રાત્રે 10=30 કલાકે સૌ ભક્તો જલારામ મંદિર ખાતે પધારતાં દોઢ કલાક સુધી ભજન સત્સંગની રમઝટ જામી હતી.સૌએ નૃત્યગાન સાથે અનેરો નિજાનંદ માણ્યો હતો.
પૂજાબેન ઠક્કર, શિલ્પાબેન જોષી, હર્ષાબેન, દિનેશભાઇ ચોકસી, મહેન્દ્રભાઈ ઠક્કર, ધૈર્ય જોષી સહિતના હરિભક્તોએ ભજનો ગાઈ સૌને રસતરબોળ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.આ શુભ અવસરે જલારામ ભકતો સર્વ શશીકાંતભાઈ ડી ઠક્કર, તારાચંદભાઇ મજેઠીયા, કલ્પેશભાઈ -લાલાભાઈ, હિતેશભાઈ સોનપાલ, મહેશભાઈ પોપટ, અમીતભાઈ પુરોહિત, કમલેશભાઈ રાચ્છ,રમેશભાઈ, કનુભાઈ, લાલાભાઈ ગોકલાણી, હસમુખભાઈ ઠક્કર,બીનાબેન ઠક્કર, પિન્કીબેન ચોકસી, સોનલબેન ગોકલાણી, વીણાબેન આયા, નીરૂબેન, રીટાબેન સહિત અનેક હરિભક્તોએ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ખૂબ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ જન્માષ્ટમી મહાપર્વમાં હાજરી આપી શ્રીકૃષ્ણનું પારણું ઝૂલાવી અનેરો મહાનંદ માણ્યો હતો.સૌ માટે પંજરી-ચરણામૃતની વ્યવસ્થા શારદાબેન આચાર્ય તેમજ પેંડા -કેવડોના પ્રસાદની વ્યવસ્થા તારાચંદભાઇ દીપચંદભાઈ મજેઠીયા તરફથી કરવામાં આવી હતી.શ્રીકૃષ્ણ જન્મની સૌએ અરસપરસ વધામણી આપી હતી.પૂજારીજી પ્રહલાદભાઈ જોશીએ જન્મોત્સવની મહાઆરતી રાત્રે 12 વાગે કરી ત્યારે સૌ હર્ષઘેલાં બન્યાં હતાં.

Related posts

*HELLO MORBI NEWS:સાળંગપુર ધામ ખાતે હનુમાન દાદા ના જન્મોત્સવની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી*

editor

*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સદસ્યો અને કે ડી બાવરવા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી અતિવૃષ્ટિ થી થયેલ નુકસાની ની જાત માહિતી મેળવી હતી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ શૌર્ય દીન નિમિતે શસ્ત્ર પુજન તેમજ મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

Leave a Comment