• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદની રજૂઆત*

 

મોરબી : તા ૩૦ મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા બાબત.
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલ કમોસમી ભારે વરસાદના કારણે મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકાના ગામોમાં વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી જઈ નિષ્ફળ ગયેલ છે, તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ખૂબ જ નુકશાન થયેલ છે. આ કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયેલ હોય, જેનાથી ખેડૂતોને ખૂબ જ નુકશાની થયેલ છે.
મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકામાં કપાસ મગફળી એરંડા બાજરી કઠોળ સહિતની ખેતી કરવામાં આવે છે. જેમાંથી મોટાભાગના ખેડૂતોએ મગફળીનો પાક ઉપાડી લીધો હતો અને ખેતરમાં પાથરા કર્યા હોય તેમજ કપાસનો પાક પણ સંપૂર્ણ કમોસમી વરસાદ વરસતા તમામ પાકો નિસ્ફળ ગયેલ છે. ચાલુ માસમાં આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયેલ છે તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય અને પશુઓ માટેના સુકા ઘાસ ચારા પણ પલળીને નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયેલ છે. સબબ હાલના કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગનો સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાક નુકશાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવા આપશ્રીને મારી ભલામણ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પાસ હેઠળ જેલ હવાલે*

editor

*HELLO MORBI:મોરબી માળીયા હાઇવે ભરતનગર ગામના પાટીયા પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી અને ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાળા ગામે કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment