• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી જલારામ મંદિર ડીસાના 𝟐𝟔 મા પાટોત્સવની રંગેચંગે કરવામાં આવી ઉજવણી*

પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી જલારામ મંદિર ડીસાના 26 મા પાટોત્સવની રંગેચંગે કરવામાં આવી ઉજવણી
જલારામ મંદિર ડીસાના 26 મા પાટોત્સવની ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય ઉજવણી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી કરવામાં આવી હતી.11 જેટલાં દંપતીઓએ યજ્ઞમાં બેસી સંપૂર્ણ લાભ લીધો હતો.જસુભાઈ સાંખલા દ્રારા નવીન ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું.સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો 200 જેટલા જલારામ ભક્તોએ લાભ લીધો હતો.ગાયત્રી પરિવાર ડીસાના સમર્પિત ભકતોએ ખાસ ઉપસ્થિત રહી વિધિવત રીતે પંચકુંડી ગાયત્રી યજ્ઞ કરાવ્યો હતો.સૌએ યજ્ઞમાં આહુતિ આપી દેવદર્શનનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય,શારદાબેન આચાર્ય, જ્યોતિબેન આર ઠક્કર,રવિનાબેન ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, શિલ્પાબેન જોષી, દક્ષાબેન ઠક્કર, સંગીતાબેન માધુ,સોનલબેન કે.,પૂજાબેન ઠક્કર, નિર્મળાબેન એફ.ડી, વર્ષાબેન રાચ્છ, શિલ્પાબેન વાલેવડાવાળા,સંગીતાબેન ઠક્કર, ભરતભાઈ જીવરાણી,,ભગવાનભાઈ બંધુ, હિતેશભાઈ સોનપાલ, શશીકાંતભાઈ ડી ઠક્કર, રમેશભાઈ આયા, દીલીપભાઇ રતાણી, મુકેશભાઈ તંત્રી, ફરશુભાઈ કાનાબાર, વિક્રમભાઈ માળી, દિનેશભાઇ માળી,લલીતભાઈ ખત્રી,મહેશભાઈ ગણાત્રા, કનુભાઈ ગોકલાણી,ભગવાનભાઈ માળી, મહેન્દ્રભાઈ રતિલાલ ઠક્કર, કમલેશભાઈ રાચ્છ,અમીતભાઈ પુરોહિત, વિપુલભાઈ ગોહિલ, ચંદુભાઈ એટીડી, કલ્પેશભાઈ -લાલાભાઈ, વિનોદભાઈ ગોહિલ, ધર્મેશભાઈ એમ., દિનેશભાઇ કવિરાજ, વિનોદભાઈ ગોકલાણી, કમલેશભાઈ ગ્રીન સીટી, કિરણભાઈ માળી સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા તેમજ સંપૂર્ણ વ્યવસ્થા સારી રીતે સાચવી હતી.
સમગ્ર કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થતાં ભગવાનભાઈ બંધુએ સૌ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.પૂજ્ય જલારામ બાપાનું દિવ્ય સ્મરણ કરી સૌએ રૂપિયા 10000 દસ હજાર જેટલી ગૌસેવા અર્પણ કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સી.એ.દર્શિત જીતેન્દ્રકુમાર સેજાણીની ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે કરવામાં આવી નિમણૂંક*

editor

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા જૂના ડીસાના દીલીપભાઈ બ્રહ્મભટ્ટ પરિવારને દબદબાભેર સન્માનિત કરાયું*

editor

*પોરબંદરના નામાંકિત યુવા ધરાશાસ્ત્રી અકબર સેલોતનો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment