• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી તરીકે ખંભાળીયાના લોહાણા અગ્રણી અનીલભાઈ ગોરધનદાસ તન્નાની કરાઈ નિમણૂંક*

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી તરીકે ખંભાળીયાના લોહાણા અગ્રણી અનીલભાઈ ગોરધનદાસ તન્નાની કરાઈ નિમણૂંક
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઈ રામભાઈ ગઢવીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્મા સાથે ચર્ચા કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનના નવીન માળખાની જાહેરાત કરી છે.
આ ટીમમાં ખંભાળીયા લોહાણા સમાજના કર્મઠ આગેવાન તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર એવા અનીલભાઈ ગોરધનદાસ તન્નની જિલ્લા ભાજપ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતાં રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.તેઓ સેવાકીય પ્રવૃતિઓ સાથે લાંબા સમયથી સંકળાયેલ છે. તેઓ ખંભાળીયા શહેર ભાજપના પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી ચૂકયા છે.ખંભાળીયા માર્કેટ યાર્ડના ત્રણ ટર્મ માટે ડિરેક્ટર રહેલા તેઓ ખંભાળીયા ઓઈલ મીલ એસોસીએશનના પ્રમુખપદે સરાહનીય સેવા આપી ચૂકયા છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ભાજપના વફાદાર અને નિષ્ઠાવાન સૈનિક છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે અનીલભાઈ ગોરધનદાસ તન્નાને ભાજપે આપેલ મહત્વપૂર્ણ જવાબદારીથી અત્યંત રાજીપો વ્યક્ત કરી તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*મોરબી વીજળી કર્મીઓની તમામ માગણીઓ સરકાર દ્વારા સ્વીકારાતા હાલ હડતાલ નો સુખદ અંત આવેલ છે*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના ટીંબડી પાટિયા પાસેથી થી દેશી તમંચા સાથે એક શખ્સ ને ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

Hello Morbi

*જોડીયા ના નેસડા ગામે પ્રાથમિક શાળા માં વિધાર્થી ઓની શિક્ષણ પ્રતેએ રુચિ વધાર વાના પ્રયત્નો કરતા શિક્ષક*

Hello Morbi

Leave a Comment