• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા વહીવટી તંત્ર દ્વારા જન કલ્યાણ શિબિર નું આયોજન કરાયું*

(*લલિત નિમાવત દ્વારા*)સરકારશ્રી દ્વારા આગામી તા.૦૮ જુન થી ૧૪ જુન ૨૦૨૬ દરમ્યાન “પ્રગતીપથ યાત્રા” તથા“વિકસિત ભારત સંકલ્પ સંમેલન” તથા૧૨ થી ૨૦ જુન, ૨૦૨૬ દરમ્યાન ત્રણ દિવસ યોજાનાર છે જે પૈકી જોડીયા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૬ના રોજ “જન કલ્યાણ શિબિર”નું આયોજન જોડીયા તાલુકાના કેશીયા ગામે પટેલ સમાજ ખાતે રાખવામા આવેલ છે. આ કાર્યક્રમમાં કેશીયા ગામના આજુબાજુના ગામે જેવા કે, કેશીયા, બાલંભા, રણજીતપર, જોડીયા, માનપર, ભાદરા, લખતર, ભીમકટા, કોઠારીયા, માણામોરા, જામસર આમ કુલ ૧૧ (અગિયાર) ગામના લોકોને જન કલ્યાણ શિબિરમા ત્રણ દિવસ સેવાસેતુ અંતર્ગત આપવામાં આવતી સેવાઓ આપવા તથા સબંધિત કચેરી દ્વારા આપવામાં આવતી સેવાઓની માહિતી સ્થળ પર જ પૂરી પાડવા આવશે. સરકારશ્રીના તમામ વિભાગો દ્વારા આપવામાં આવતી સેવાઓ જેવી કે, આવક અને સીનીયર સીટીઝન પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા નવા વીજળી જોડાણ માટેની અરજીઑ અને માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થી નોંધણી, કરવામાં આવશે. તેમજ અન્ય સેવાઓ વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવશે તો ઉપરોક્ત ગામોના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા આથી અનુરોધ કરવામાં આવે ๒.
નં. વહવ -જન કલ્યાણ શિબિર/૦૮૦૬(૫)/૨૦૨૬
મામલતદાર કચેરી, જોડીયા
તા. ૧૦/૦૬/૨૦૨૬
પ્રતિ,
નાયબ માહિતી નિયામકશ્રી,
જામનગર
ઉપરોક્ત અખબાર યાદી સ્થાનિક વર્તમાનપત્રો તથા રાજકોટથી પ્રસિધ્ધ થતાં વર્તમાનપત્રોમાં અચુક પ્રસિધ્ધ થાય તે અંગે પર્યાપ્ત કાર્યવાહી થવા વિનંતી છે.
મામલતદાર
જોડીયા દ્રા
નકલ સવિનય રવાના:-
૧)કલેકટરશ્રી જામનગર
સવિનય જાણ થવા સારું.
૨) પ્રાંત અધિકારીશ્રી, ધ્રોલ

Related posts

*HELLO MORBI:માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દેશી દારૂ લી-૯૫૦* *કી.રૂ.૧૯,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન*

editor

*મોરબીમાં રાજપૂત કરણી સેના નું સ્વાગત વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું*

Hello Morbi

Leave a Comment