
વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઈ. અષાઢ સુદ પૂર્ણિમાએ મહર્ષિ વેદ વ્યાસ જી નો જન્મદિવસ હોય વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા ગામ જે જડેશ્વર પાસે સ્થિત છે ત્યાં ગઈકાલે ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ૬ થી ૮ ના બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ શિક્ષકો દ્વારા બાળકોને ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો.

