• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી મા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસ નુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-1 માં ઉત્કૃષ્ઠ પરિણામ*

*80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ*

*70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ*

 

મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત *શ્રી પ્રવિણભાઈ કક્કડ (૪૭ વર્ષ ના અનુભવી) તથા શ્રી નિર્મિતભાઈ કક્કડ (૧૫ વર્ષ ના અનુભવી)* દ્વારા સંચાલીત જનતા ક્લાસીસ ના Std-12th C.B.S.E. (Commerce) Term-1 ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામો ની પરંપરા ને જીવંત રાખી છે.

પ્રવર્તમાન વર્ષ થી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ને બે વિભાગ મા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત Term-1 અને Term-2 ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવા મા આવી રહી છે ત્યારે તાજેતર મા Std-12th Commerce Term-1 નુ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા મા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસ ના કુલ ૭ વિદ્યાર્થીઓ એ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસ નુ નામ રોશન કર્યુ છે.

મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓ *મૈત્રી વિપુલભાઈ ટોલીયા (૮૭.૧૮%), સ્મીત યોગેશભાઈ ઝાલરીયા(૮૬.૬૭%), જીત હર્ષદભાઈ વાસજારીયા(૮૫.૬૪%), મીત અજીતભાઈ ત્રીવેદી(૮૫.૧૩%), યશ ભરતભાઈ હદવાણી(૮૪.૧૦%), શ્યામ ભરતભાઈ દલસાણીયા(૮૩.૫૯%), આકાશ ભરતભાઈ વીરાણી(૮૦%), પ્રેમ મનોજભાઈ પાટડીયા(૭૯.૮૦%), ધ્વનીત આકાશભાઈ દેસાઈ(૭૮.૯૭%), સાહીલ અરવિંદભાઈ પાંચોટીયા(૭૮.૪૪%), પ્રેયશ અજયભાઈ ચૌહાણ(૭૭.૮૪%), નૈમિષ નયનભાઈ ભોરણીયા(૭૬.૪૧%), પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા(૭૫.૫%), ધૈર્ય ધર્મેશભાઈ ચારોલા(૭૪.૩૬%), રાજ હીરેનભાઈ ગાંધી(૭૪.૩૬%), લેશ્ની રજનીભાઈ ઘોડાસરા(૭૨.૪૧%), યેશા દુર્ગેશભાઈ કાચા(૭૧.૮૯%), ધાર્મિક હરેશભાઈ મહેતા(૭૦.૨૬%)* સાથે ઉતિર્ણ થઈ તેમના પરિવાર તથા ક્લાસીસ નુ નામ રોશન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેર મા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકા થી પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા Std-11th & 12th (commerce) C.B.S.E. & G.S.E.B. ,B.com.,B.B.A., M.com. સહીત ના અભ્યાસક્રમો ના બધા જ વિષયો નુ શિક્ષણ પ્રદાન કરવા મા આવે છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ ની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસ ની સંચાલકો શ્રી પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.

Related posts

*મોરબી કબીર આશ્રમ આંગણવાડી ખાતે જીતુભાઈ ચંદારાણા દ્વારા પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિત્તે સ્થાનિક બાળકોને શિક્ષણ ઉપયોગી ભેટ અને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું*

Hello Morbi

*શ્રી હડિયાણા કન્યા શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજણો.*

Hello Morbi

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજ ના આશીર્વાદ મેળવ્યા*

Hello Morbi

Leave a Comment