• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 15 વાહનચાલકો દંડાયા*

7 સીએનજી રીક્ષા, 6 મોટરસાયકલ, 1 બોલેરો અને 1 ટ્રક પોલીસે ડિટેઇન કર્યા

મોરબી: હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો શોધી કાઢવા પોલીસે વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લાના વિવિધ તાલુકામાંથી સીએનજી રિક્ષાચાલકો, બાઇક સવારો તથા અન્ય વાહનો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધી ચોકમાં મેલડી માતાના મંદિર પાસેથી 1 સીએનજી રીક્ષા, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પીઆઇ કચેરી, માર્કેટ રોડ પાસે હીરોહોન્ડા મોટરસાઈકલ, માળીયા ફાટક પાસેથી 1 બોલેરો પીકઅપ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે એક સીએનજી રીક્ષા, ગેંડા સર્કલ પાસેથી મોટરસાઇકલ પર નશાની હાલતમાં નીકળેલા એક યુવાનને, ત્રાજપર ચોકડી પાસેથી નશો કરેલી હાલતમાં નીકળેલા એક બાઇકચાલક સવારને ઝડપી પાડી ઉપરોક્ત તમામ વાહન ચાલકો વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર રફાળેશ્વર ગામ પાસેથી 1 મોટરસાયકલ ચાલકને લાઇસન્સ વગર તથા બેફિકરાઈથી બાઇક ચલાવવા બદલ રોકી બાઇક ડિટેઇન કરાયું હતું.              વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન જીનપરા જકાતનાકા પાસે 2 સીએનજી રીક્ષા, વાંકાનેર પુલ દરવાજા ચોકમાં 1 સીએનજી રીક્ષા, ટંકારા પોલીસ સ્ટેશન લતીપર ચોકડી પાસે એક અશોક લેલન ટ્રક, ટંકારા પોલીસ સ્ટેશન લતીપર ચોકડી પાસેથી 1 મોટરસાઇકલ, હળવદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા માર્કેટિંગ યાર્ડ નજીક 1 સીએનજી રીક્ષા, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારની મેઇન બજારમાં દશામાના મંદિર પાસેથી 1 સીએનજી રીક્ષા તથા બસ સ્ટેન્ડ પાસેથી 1 સીએનજી રીક્ષા અને માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાખરેચી ગામના પાટિયા પાસેથી 1 મોટરસાયકલ ચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી ઉપરોક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

Related posts

*આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા 79 વષૅ અવસાન પામ્યા*

Hello Morbi

*ઘાંટવડ ઉનાળાની ગરમીમાં ઠંડક એટલે ફેમસ ગુડલક શેરડીનો રસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પી.ડી. કાંજીયા સાહેબના જન્મદિવસ નિમિતે સ્ટાફ માટે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment