• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલની જી એમ પટેલ કન્યા વિધાલય સમગ્ર ગુજરાત માં દિતિય નંબરે*

જિલ્લા અને રાજ્યકક્ષાએ ગ્રાન્ટ-ઇન-એ હાઈસ્કૂલ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા માટે પ્રેરાઇ તે માટે ના પ્રોત્સાહક ઇનામ આપવાની સરકારી યોજના અંતર્ગત વર્ષ 2020 ૨૧ માટે જામનગર જિલ્લાની શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે ધોરણ ૯થી ૧૨ના 29 વર્ગો ધરાવતી આ શાળાને રાજ્યભરમાં દ્વિતીય નંબર આવતા રૂપિયા ૩ લાખ રાજ્ય કક્ષાએ plus 1 લાખ જિલ્લા કક્ષાએ પ્રોત્સાહક ઇનામ શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડના પરિણામો તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને તથા કોરોના કાળમાં દીકરીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું જેવા મુદ્દાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા જામનગર માટે ગૌરવ લઈ શકાય તેમ આ શાળા દ્વિતીય નંબરે આવતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરની નોંધ લેવામાં આવી છે શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય રોડના આચાર્યા શ્રી વિજયાબેન અશોકભાઈ છત્રોલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શાળા ની દરખાસ્ત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આવેલ પરિપત્રો માં વિવિધ પ્રશ્નો ના વિગતવાર સચોટ જવાબ સાથે પ્રેસનોટ ફોટા વગેરેનો સમાવેશ કરીને 50 પાના ની ફાઈલ બનાવીને રજુ કરવાની હોય છે કલર પ્રિન્ટ કરીને ફાઈલ તથા પ્રેઝન્ટેશન ની ઉત્કૃષ્ટ કામગીરી શાળાના કોમ્પ્યુટર શિક્ષકો દ્વારા સારા પર જ કરવામાં આવી હતી જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળામાં કેવી કેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને શિક્ષણ આપવામાં આવ્યું શાળાની ભૌતિક સુવિધા શાળા ભાવાવરણ રમતગમત પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક વિજ્ઞાનની પ્રવૃત્તિઓ વગેરે જેવા અનેક મુદ્દાઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો શાળાની વિદ્યાર્થીની ઓ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહી છે ખાસ કરીને કોરોના ના સમયમાં સંસ્થાએ પોતાની એજ્યુકેશન ઓન ધ વે ચેનલનાં માધ્યમ દ્વારા ૧૮૦૦ જેટલા વીડિયો બનાવીને ૧૪૦૦ જેટલી દીકરીઓને youtube ના માધ્યમથી શિક્ષણ ચાલુ રાખ્યું હતું તેની પણ નોંધ લેવામાં આવી આ ઉપરાંત કોરોના સમય દરમિયાન ઈતર પ્રવૃત્તિઓ ઓનલાઈન કરવામાં આવી હતી આ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કારોબારી સદસ્ય શ્રી ઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ ડોડીયા સાહેબ તથા deo કચેરીનો સ્ટાફ કર્મયોગી શિક્ષક મિત્રો બિનશૈક્ષણિક સ્ટાફ તથા વહાલી દીકરીઓ નો આભાર વ્યક્ત કર્યો ગુજરાતભરમાં દિતિય નંબર પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી bh ઘોડાસરા સાહેબ શ્રી જેરામ ભાઈ વાંસજાળીયા શ્રી ડાયાભાઇ ભીમાણી શ્રી ભગવાનજીભાઈ કાનાણી ડોક્ટર આરસી ભુવા સાહેબ શ્રી ગોવિંદભાઈ અમૃતિયા શ્રી રૂગનાથભાઈ સંતોકી રમેશભાઈ રાણીપા ધરમશીભાઈ બોડા રમેશભાઈ જાકાસણીયા ભીમજીભાઇ ચનીયારા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સદસ્યશ્રીઓ એ શાળાના આચાર્યા શ્રી વિજયાબેન એ છત્રોલા તથા સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા…..

 

શરદ એમ.રાવલ.હડિયાણા

Related posts

*રાજયમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ*  *રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અપીલ*  

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે હેમરેજનું સફળ ઓપરેશન કર્યું. દર્દીએ હોસ્પિટલનો આભાર માન્યો*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમ, ઉંચાસરના માર્ગે વાડીમાં કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment