• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ તાલુકામાં ધ્રોલ અને જાલીયાદેવાણી સેજામાં મોટા ઈટાળા ખાતે અતિ કુપોષિત બાળકો ના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો*

તારીખ 19 માર્ચ 2021 ના રોજ *પોષણ અભિયાન* અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી ધ્રોલ તથા આયુર્વેદિક દવાખાનું મોટા ઈટાળા ના સંયુક્ત આયોજનથી અતિ કુપોષિત બાળકોને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં દરેક બાળકના વજન ઉંચાઇ અને ટેમ્પરેચર તપાસ કરી નિયામકશ્રી આયુષ દ્વારા ફાળવવામાં આવેલ આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પ અગાઉ 19 ફેબ્રુઆરી 2021 ના રોજ નવતર પ્રયોગ ના રૂપમાં જાલીયાદેવાણી સેજામાં *પોષણ અભિયાન* અંતર્ગત કેમ્પ કરવામાં આવેલ હતો જેનો બહોળો લોક પ્રતિસાદ અને સફળતા પ્રાપ્ત થય હતી જેમાં જાલીયા દેવાણી સેજાના અતી કુપોષિત બાળકોને આરોગ્ય તપાસ કરી અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી જેમાંથી ૬૨% બાળકોના વજનમાં વધારો થયેલ અને પોષણ સ્તર સુધારવાના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આયુર્વેદિક વિભાગ ના આ પ્રયાસને સાકાર થવાના મહત્વના લક્ષણો જોવા મળતાં 19 માર્ચ 2021 ના રોજ ધ્રોલ સેજો તથા જાલીયા દેવાણી સેજામા આ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ

કુપોષણ મુક્ત ધ્રોલ તાલુકો કરવાના સપનાને સાકાર કરવા હવે આ કેમ્પનું આયોજન 19 એપ્રિલ 2021 ના રોજ કરવામાં આવશે.

 

આ કેમ્પ ધ્રોલ મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી નર્મદાબેન ઠોરીયા અને મોટા ઈટાળા મેડિકલ ઓફિસર જે.પી સોનગરા ના અઘ્યક્ષસ્થાને પોષણ અભિયાન કોર્ડીનેટર અમિનભાઈ ઓડિયા તથા મહેબૂબભાઈ છરેચા ના કોર્ડીનેટ હેઠળ ધ્રોલ સેજાના મુખ્ય સેવિકા પૂજાબેન ધામેચા તથા જાલીયાદેવાણી સેજાના મુખ્ય સેવિકા પાયલબેન ડાંગર અને માતા યશોદાનુ લકબ મેળવનાર એવા આંગણવાડી કાર્યકર બહેનોએ અને કેતનભાઈ પરમાર એ કેમ્પમાં સેવા આપી કુપોષણ મુક્ત ધ્રોલ તાલુકો કરવાના પ્રયત્નોમાં ભાગ લઈ સેવા આપી હતી……

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:માણેકવાડા પ્રાથમિક શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ*

editor

*HELLO MORBI NEWS:બાલંભા: ગડબા પુલ થી વાયા હીરાપર થઈને જામનગર હાઇવે ને જોડતો રોડ બે સુમાર હાલતમાં!! યુદ્ધના ધોરણે રીપેર કરવા માંગ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ના 𝟔 ટીબી દર્દી ને નવેમ્બર માસ ની પોષણ કીટ આપવામાં આવી*

editor

Leave a Comment