
હિન્દુ રાષ્ટ્રના સૌપ્રથમ CDS બિપીન રાવત સરના તમિલનાડુમાં હેલિકોપ્ટર અકસ્માતથી સમગ્ર ભારતવર્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યું છે ત્યારે પડધરી તાલુકાના મોવૈયા ગામે જનરલ બીપીન રાવત સર ના દુઃખદ અવસાન નિમિત્તે મોવૈયા ગામના તમામ નાગરિકો દ્વારા બીપીન રાવતસર તથા તેમના ધર્મપત્ની અને ૧૧ જવાનો ની શહીદી પર મોવૈયા ગામના યુવાનો તથા ગ્રામજનો દ્વારા તમિલનાડુ માં થયેલ અકસ્માતમાં શહીદ થયેલા તમામ વીર જવાનોને પુષ્પાંજલિ કરી મીણબત્તી પ્રગટાવી સહૃદય તેમની સદગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આર્મી ચીફ ત્રણેય દળોને સંભાળનાર ભારતના વીર સપૂત જનરલ બીપીન રાવત ના અકસ્માતમાં અકાળ મૃત્યુ દરમિયાન ભારતે એક વીર સપૂત ગુમાવ્યો. આ તમામ વીર શહીદોને પડધરી તાલુકાના મોવૈયા ગામ ના બાળકો યુવાનો વડીલો તથા સ્ત્રીઓ દ્વારા પુષ્પાંજલિ કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
