*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
*શ્રીમતી પારૂલ રા.સોલંકી ગીર સોમનાથ જિલ્લામાં યુવા મહિલા પત્રકાર તરીકે કાર્યરત*
પત્રકાર સુરક્ષા કાયદા બાબતે પ્રતિબદ્ધ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની અને અને જાહેર જીવનમાં સામાજિક ક્ષેત્રમાં હમેશા અગ્રેસર જિલ્લાના યુવા નીડર અને નિષ્પક્ષ પત્રકાર કે જેમણે હમેશા પ્રજાના પ્રાણ પ્રશ્નોનોને વાચા આપીને લોકશાહીના ચોથા સ્થંભ સમાન મીડિયાની ભૂમિકા ને તેમજ એક નિષ્પક્ષ અને પ્રજાલક્ષી મીડિયા પ્રતિનિધિ તરીકે પ્રજાના હ્રદયમાં સ્થાન મેળવનાર શ્રીમતી પારૂલબેન રાજેશકુમાર સોલંકી કાયદો, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રમાં ગુજરાતમાં જ નહિ ભારતભરમાં અનન્ય પ્રદાન છે. ખૂબ ટૂંકા સમયમાં એક વિચાર એક ભારત સાથે અનેક યુવાઓ, સામાજિક, રાજકીય, ધાર્મિક અગ્રણીઓ તેમજ કાયદા સલાહકારો નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, ખૂબ ખ્યાતનામ એડવોકેટ તેમજ અનેક સ્વેચ્છિક સંસ્થાઓ સાથે સંકલન અને રાષ્ટ્રીય હેતુઓની આપૂર્તિ હેતુ તેમજ અનેક શુભશયોથી જોડાણ કરેલ છે. હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં એક વિચાર એક ભારતની રાષ્ટ્રીય વિચારધારાને મૂર્તિમંત કરવા હેતુ માનનીય જિગ્નેશભાઈ કાલાવડિયા, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નું ખૂબ જ પાયાનું યોગદાન રહ્યુ છે……!! તેમણે ચક્રવાત ન્યુઝમાં પત્રકાર તરીકે શ્રીમતિ પારૂલબેન રાજેશકુમાર સોલંકીને નિમણુક કરી તેમની વિચારધારાને જન જન સુધી પ્રકાશિત કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે………..!! આદરણીય જિગ્નેશભાઈ એક રાષ્ટ્રીય વિચારધારાને વરેલા સૌરાષ્ટ્ર ગુજરાતના યુવા ક્રાંતિકારી જ નહિ ક્રાંતિદૂત સમાન છે.શ્રીમતી પારૂલબેન રાજેશકુમાર સોલંકીને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી (મહિલા વિંગ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ કાયદા નિષ્ણાત અને પ્રજાના પ્રાણ પ્રશ્નો તથા હમેશા પત્રકારોની સુરક્ષા બાબતે અગ્રણી સ્થાન ધરાવતા કોડીનાર – ગુજરાત ના રહેવાસી છે. તેમણે રાષ્ટ્રીય વિચારધારા સાથે વરેલા સંગઠન ના સંસ્થાપક સભ્ય – એક વિચાર એક ભારત રાષ્ટ્રીય સંગઠનના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ સેવારત છે. સામાજિક ક્ષેત્રે સુશિક્ષિત મહિલાઓની આગેવાનીએ સામાજીક વિકાસની પ્રથમ નિશાની છે અને સમાજની પ્રગતિ માટે મહિલાઓને યોગ્ય તક અને હક્ક પ્રાપ્ત થાય તે જરૂરી બની જાય છે. મહિલાઓને સંગઠનમાં યોગ્ય તક આપીને પત્રકાર સુરક્ષા કાનૂન મામલે જીગ્નેશભાઈ દ્વારા પાયાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજના સમયમાં મહિલાઓ અને તેની પ્રગતિ તેમજ સમસ્યાઓ બાબતે મહિલા સંસ્થાઓ અને મહિલા પત્રકારો ખૂબ અગ્રીમ ભૂમિકા ભજવે છે. મહિલા શક્તિ નું અદ્ભૂત ઉદાહરણ પાકિસ્તાની કેદમાથી માછીમારની મુક્તિ તેમજ તેમના પરિવારોની સમસ્યાઓના નિવારણ અર્થે સતત સરકાર સાથે સામાજિક સંસ્થાઓ તેમજ મીડિયાના માધ્યમથી લીગલ જનહિતની રજૂઆતો કરવામાં એક વિચાર એક ભારત રાષ્ટ્રીય સંગઠનના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમની કામગીરી કાબેલેતારીફ છે. તેમની પત્રકારત્વ ક્ષેત્રમાં વિશ્વનિયતા તેમજ નિષ્ઠા બાબતને ધ્યાનમાં રાખીને શ્રીમાન જીગ્નેશભાઈ કાલાવડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પત્ર પાઠવી તેમની નિમણુક કરવામાં આવી હતી. ગીર સોમનાથ આઇ ટી સેલ પ્રતિનિધિ દ્વારા શુભકામનાઓ સાથે નિમણુક આપવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં પારૂલબેન રા.સોલંકી અનેક સામાજિક તેમજ જનહિતના વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા હોય ગીર સોમનાથ જિલ્લામાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લામાંથી અનેક પત્રકારો, ગીર સોમનાથ પત્રકાર સંગઠન તેમજ સામાજિક, રાજકીય અગ્રણીઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી……!! અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની નૂતન જવાબદારી સાથે પારૂલબેન રાજેશકુમાર સોલંકીએ સંગઠન અને તેના હેતુઓ માટે સતત કાર્યરત રહી સંવૈધાનિક માર્ગ દ્વારા કાર્ય કરવા તેમજ રાષ્ટ્રીયતાને પ્રતિબદ્ધ રહેવા ખાત્રી આપી હતી. તેમણે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનો ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારી તરીકે નિમણુક બદલ આભાર વ્યક્ત કર્યો હતો
