• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે શરૂ થશે ?: રમેશભાઈ રબારી નો સણસણતો સવાલ*

મોરબી તા 14 રાજ્ય મંત્રી બ્રિજેશભાઈમેરજા એ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે ચાલુ થશે તેવો સણસણતો સવાલ રમેશભાઈ રબારી એ ઉઠાવ્યો છે

 

મોરબી માળિયાનાં ધારાસભ્ય તથા રાજ્યના પંચાયત અને શ્રમમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મંત્રીપદ મેળવ્યા પછી મોરબી અને માળીયા તાલુકામાં ધડોધડ ખાતમુહુર્ત કરવામાં આવી રહયા છે અને અત્યાર સુધીમાં મોરબી અને માળીયામાં સંખ્યાબંધ કરોડો રૂપિયાના મુલ્યના કામોના ખાતમુર્હત કરવામાં આવેલ છે જો કે, આ ક કયારે કરવામાં આવશે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા કરવામાં આવેલ છે

 

છેલ્લા દિવસોમાં મોરબી અને માળીયા તાલુકામાં લોકઉપયોગી કામોનાં ખાતમુહૂર્ત મંત્રી દ્વારા કરવામાં આવેલ છે તે આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે અને સાથે સાથેએ પણ પ્રશ્ન કર્યો છે કે આ કામો કયારે અને કેવી રીતે શરૂ કરવામાં અસ્વશે અને જે કામ કરવામાં આવનાર છે તે કામોની ગુણવત્તા કેટલી અને કેવી રહેશે ? અને મંત્રીએ આજ દિવસ સુધીમાં કામોના કરેલ ખાત મુહુર્તની સવિસ્તાર મતદારોની જાણકારી માટે પણ અખબારી યાદી આપવી જોઈએ. હાલમાં ખાતમુહુર્તમાં કરોડો રૂપિયાની લહાણી કરેલ છે ત્યારે આ કામો નિયત સમયમાં સંપૂર્ણ ગુણવત્તા સભર બનાવાય તે પણ મંત્રીની જવાબદારી છે કેમ કે, માત્ર ખાતમુહુર્ત કરવાથી કામ થતા નથી આ કામ આગામી ચૂંટણી પહેલા થશે કે ચૂંટણી પછી એ જ સવાલ છે ? અને હાલમાં થતાં ખાતમુહુર્ત ચુંટણીલક્ષી લોલીપોપ ન બની રહે અને મત વિસ્તારના મતદાતાઓ માટે ચોકકસ ઉપયોગી બને તેવા પગલાં લેવા જોઈએ વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ધારાસભ્ય તરીકે બ્રિજેશભાઈએ જે ખાતમુર્હુત કરેલ હતા તે કામ પૂરા થયા નથી તો હવે મંત્રી તરીકે ખાતમુહર્ત કરો છો તે કામ ક્યારે પુરા થશે તે પ્રશ્ન છે

Related posts

*સ્તનપાન કરાવતી માતા ને કોરોના પોઝીટીવ આવે તો બાળક ને સ્તનપાન કરાવી શકાય?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ શ્રીસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભા ખાતે યોજાયેલ*

editor

*HELLO MORBI: વિશ્વ યોગ દિવસ* *મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયુંયોગ શિબિરમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિત*

editor

Leave a Comment