• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

મોરબી :તા૪ મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ગઈકાલે તારીખ 3 ને ગુરૂવારના રોજ સમાજના કાર્યાલય ખાતે. મોરબી જિલ્લાના વિવિધ ૩૩ જમાત ના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના તમામ હતભાગીઓને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રાહત તેમજ બચાવની કામગીરી કરનાર તમામ સ્થાનિક લોકો, પોલીસ કર્મઓ, હોસ્પિટલો, સરકારની વિવિધ એન્જસીઓ સહિતના તમામની કામગીરી બિરદાવી હતી અને એ બધાનો માનવ સેવા કરવા બદલ આભાર પણ માન્યો હતો

આ ઝૂલતાપૂલ દુર્ઘટનાના ૧૩૫ થી પણ વધુ દિવગંતોને વિશાળ જન સમુદાય દ્વારા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી . ત્યારે મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ હોનારતના હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પુલ દુર્ઘટનાના દિવગંતોના આત્માની શાંતિ માટે અલ્લાહ સમક્ષ દુઆ કરી હતી અને સુન્ની મુસ્લિમ સમાજે આ દુર્ગભાગ્યપૂર્ણ ઘટનામાં શોકમગ્ન થઈને તમામ હતભાગીઓની પડખે રહીને આ દુઃખદ ઘટના અંગે ઉડા શોક સાથે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમજ રાહત તેમજ બચાવની કામગીરી સ્થાનિક લોકો તેમજ પોલીસ, હોસ્પિટલો, સરકારની વિવિધ એન્જસીઓ સહિતના તમામની કામગીરી બિરદાવી હતી અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

*યુવા જોડો અભિયાન અંતર્ગત યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ કાલે રવિવારે મોરબીમાં*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા નુ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment