• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઝાદીકા અમૃત મહોત્સવની વકતૃત્વ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ડીસાની દીકરી શ્યામા સોનીનું કરવામાં આવેલ ગૌરવભેર સન્માન*

આઝાદીકા અમૃત મહોત્સવ અનુસંધાને સમગ્ર દેશ અને રાજ્યમાં વિવિધ સરાહનીય અને પ્રેરણાદાયી કાર્યક્રમો થઈ રહેલ છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ સ્પર્ધામાં અગાઉ તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ ડીસાની આદર્શ હાઈસ્કૂલની તેજસ્વી વિધાર્થીની કુમારી શ્યામા વ્રજેશકુમાર સોની “સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓ” એ વિષયમાં સમગ્ર જીલ્લામાં પ્રથમ આવી હતી.

ડીસાના શિક્ષણ અને સેવા ક્ષેત્રના અગ્રણીઓ સર્વ મફતલાલ મોદી,કનુભાઈ આચાર્ય, નાથાલાલ ખત્રી,ભગવાનભાઈ બંધુ,પ્રોફેસર સંકેત પારેખ,ઈશ્ર્વરભાઈ રાવળ સહિત સૌએ કુમારી શ્યામા સોનીના નિવાસસ્થાને જઈ તેનું સન્માન પત્ર તેમજ પુસ્તકથી ગૌરવભેર સન્માન કરી અભિનંદન, શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ અવસરે પરિવારજનો સર્વ નવીનભાઈ સોની,દુર્ગાબેન,વ્રજેશકુમાર સોની,ખુશ્બુબેન,ડેનીસકુમાર,કૃપાબેન,આશ્રય,ક્રિશા, ધ્યાનવી સહિત સૌએ મહેમાનોને આદરથી આવકારી શ્યામાના સન્માન બદલ ૠણ સ્વિકારની લાગણી દર્શાવી રાજીપો વ્યક્ત કર્યો હતો.આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં પણ કુમારી શ્યામા પ્રથમ નંબરે જ આવે તેવી શુભ ભાવના સૌએ વ્યકત કરી હતી.

Related posts

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi

*રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાયા*

Hello Morbi

*રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના 65મા જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલ ‘મિયાવાંકી ફોરેસ્ટ’નું નગરજનોને અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી*

Hello Morbi

Leave a Comment