• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન:૭૨%ટકા મતદાન થયુ..*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*સરપંચના ઉમદવાર અને ૧૨ વોર્ડના ઉમેદવારોના ભાવી મતપેટી માં સીલ,મંગળવારે ફેસલો..*

 

 

આજે ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી.ત્યારે કોડીનાર તાલુકાના ઘાંટવડ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી.અલગ-અલગ ૩ મતદાન મથક અને ૧૨ બુથ ઉપર સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયુ હતુ.તમામ મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી હતી.ગ્રામ પંચાયતની ચુંટણી ને લઈને મતદારો તેમજ ગ્રામજનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો એકદમ શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે ઘાંટવડ ગામ નું ૭૨% ટકા મતદાન થયુ હતુ ઘાટવડ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર અને ૧૨ વોર્ડના ઉમેદવારો નું ભાવી મતપેટી માં સીલ થઈ હતુ જેમાં રૂદેસ્વર જાગીર ભારતી આશ્રમ ના મહંત શ્રી મુકતાનંદ ભારતી મહારાજે ઘાટવડ કન્યાશાળા ખાતે મતદાન કરી ને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી અને લોકોને પ્રેરણા કરી હતી આવતીકાલે મંગળવારે કોડીનાર ખાતે ગર્લ સ્કુલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.ઘાંટવડ ગ્રામ પંચાયતની ચુંટણી ને લઈને પરીસ્તિથી નો તાગ મેળવવા ગીર સોમનાથજીલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ સાહેબ એ પોલીસ કાફલા સાથે તમામ મતદાન મથક ની મુલાકાત લીધી હતી.જ્યારે ચુંટણી શાંતિપુર્ણ માહોલ વચ્ચે યોજાઈ અને મતદારો ભયમુકત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..આવતીકાલે મંગળવારે કોડીનાર ખાતે ગર્લ સ્કુલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.હવે જોવાનુ એ રહ્યુ કે કોણ બનશે ઘાટવડ ગ્રામ પંચાયતના સરપંચ જેને લઈને લોકોમાં ભારે ઉતાસુકતા છે…

Related posts

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, આજે નોંધાયા 1564 પોઝિટિવ કેસ અને 16 દર્દીઓના થયા મોત

Hello Morbi

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી* 

Hello Morbi

*કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામ ની પ્રાથમિક કન્યા શાળા માં શાળાકિય રમોત્સવ ઉજવવામાં આવ્યો*    

Hello Morbi

Leave a Comment