• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારમાં ૨૯ ગ્રામ પંચાયત ની મત ગણતરી સંપન્ન.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*”ઘાટવડ ગ્રામ પંચાયત માં અબ્દુલભાઇ મેહતર જંગી લીડ થી સરપંચ પદે ચૂંટાયા*

 

*”ઘણા ચાલુ સરપંચ હારતા અપસેટ સર્જાયો”*

 

કોડીનાર તા.૨૨

કોડીનાર તાલુકામાં ૨૯ ગ્રામ પંચાયત ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ માં યોજાયા બાદ ગઈકાલે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે સવાર થી કોડીનાર કુમાર શાળા માં યોજાયેલી મત ગણતરી મોડી રાત્રી સુધી ચાલ્યા બાદ મત ગણતરી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

કોડીનાર ની ૨૯ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઇ હતી જેમાં આજે જાહેર થયેલ પરીણામ માં

કડવાસણ માં-સોનીબેન વાળા,અડવી માં મનુભાઈ ડોડીયા,દામલી માં રસિલાબેન સોલંકી,દેવલપુર માં જ્યાબેન રામ,મોરવડ માં ભરતભાઇ કચોટ,વિઠલપૂર માં સામતભાઈ કામળિયા,ગીર દેવળી માં વનીતાબેન ચૌહાણ,કાજ માં મહેશભાઈ પરમાર,ગોહીલનીખાણ માં દક્ષાબેન વાઢેળ,કરેડા માં સુમિત્રાબેન સોચા,વલાદર માં જસીબેન સોલંકી,આલિદર માં અમરસિંહ ભાઈ વાંઝા,છાછર માં વનીતાબેન રાઠોડ,કડોદરા માં મનીષાબેન વાળા,શેઢાયા માં કનુભાઈ લખનોત્રા,છારા માં અજીતભાઈ વાંઝા,વડનગર માં પુષ્પાબેન રાઠોડ,માલશ્રમ માં નાગલબેન રાઠોડ અને સરખડી માં સંજયભાઈ વાળા સરપંચ પદે વિજેતા જાહેર થયા હતા.આજે જાહેર થયેલ પરીણામ માં વિઠલપુર ના ચાલુ સરપંચ પ્રતાપભાઈ મહિડા,ગોહિલ ની ખાણ ના ભીખુભાઇ ગોહિલ અને વલાદર ના સરપંચ હનીફ ભાઈ ની હાર થતા અપસેટ સર્જાયો હતો.

કોડીનાર ની છાછર ના સરપંચ પદ ના ઉમેદવાર તેજલબેન ગેડીયા એ પોતાને મળેલા મતો માન્ય હોવા છતાં જવાબદાર અધિકારી એ મતો ને ખોટી રીતે રદ કર્યા ના આક્ષેપો સાથે ચૂંટણી પરિણામ ઉપર સહી ન કરી ફેર મત ગણતરી ની માંગ કરતા મોડી રાત્રી ના થયેલી ફેર મત ગણતરી ના અંતે વનીતાબેન રાઠોડ નો ૨૯ મતે વિજય થતા તેમના સમર્થકો નો ઉત્સાહ બેવડાયો હતો.

જ્યારે કોડીનાર ની ઘાટવડ ગ્રામ પંચાયત માં લોક લાડીલા યુવા નેતા અબ્દુલભાઇ મેહતર નો સરપંચ પદે ૧૦૮૫ મતે ભવ્ય વિજય થયો હતો,જ્યારે અબ્દુલભાઇ ની જહાજ પેનલ ના તમામ ૧૧ સભ્યો નો પણ ભવ્ય વિજય થયો હતો.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*ઊના વિધાનસભાનું બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના ઉના વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસનું આયોજન* 

Hello Morbi

Leave a Comment