• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોવિડ ના નવા વેરીયન્ટ ઓમિક્રોન અંગે બાળકો ના વાલીઓ તથા શાળાઓ ને જરૂરી સુચનો આપતા મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા*

 

*ઓમિક્રોન ના આતંક થી ડરો નહી, સાવચેત બનો*

 

સમગ્ર વિશ્વ મા કોરોના વાયરસે છેલ્લા બે વર્ષ થી હાહાકાર મચાવ્યો છે ત્યારે તાજેતર મા કોવિડ નો નવો વેરીયન્ટ ઓમિક્રોન વિશ્વ ના મોટાભાગ ના દેશો મા ફેલાઈ રહ્યો છે. ભારત દેશ પણ તેમા બાકાત નથી. આપણા દેશ ના ગુજરાત સહીત વિવિધ રાજ્યો મા ઓમિક્રોન નો પગપેસારો થઈ ચુક્યો છે . બીજી બાજુ શાળાકીય શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે આ સંજોગો મા વાલીઓ તથા શાળા સંચાલકો ને ચિંતા સતાવી રહી છે. ઓમિક્રોન શું છે?, કોને ચેપ લાગવા ની શક્યતા વધુ છે? ઓમિક્રોન થી કઈ રીતે બચવુ? વાલીઓ તથા શાળા એ કઈ કઈ તકેદારીઓ રાખવી? વગેરે બાબતો અંગે મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા એ જનજાગૃતિ ભાગરૂપે જરૂરી સુચનો જણાવ્યા છે.

ઓમિક્રોન એ કોવિડ ના એક વેરિયન્ટ નો પ્રકાર છે. જેના ફેલાવા ની ઝડપ બીજા વેરિયન્ટ કરતા વધુ છે પરંતુ તે બીજા વેરિયન્ટ જેટલો જીવલેણ નથી. સમગ્ર વિશ્વ મા ઓમિક્રોન થી થતા મૃત્યુ નુ પ્રમાણ ખુબ જ ઓછુ છે. તેથી ડર્યા વગર સાવચેતી રાખી, હકારાત્મક અભિગમ રાખી ઓમિક્રોન ના આતંક સામે લડી શકાશે.

 

*કોને ઓમિક્રોન નો ચેપ લાગવાની શક્યતા વધુ છે?*

-૫ થી ૧૦ વર્ષ ના બાળકો કે જેમનુ બાળ રસીકરણ પૂર્ણ નથી થયુ.

-દરેક ઉંમર ના લોકો જેમણે કોવિડ રસીકરણ ના બંને ડોઝ પૂર્ણ નથી થયા.

-એવી વ્યક્તિઓ કે જેમણે પ્રથમ અથવા બીજી લહેર મા કોવિડ નો ચેપ લાગ્યો નથી.

 

*ઓમિક્રોન ના લક્ષણો*

-ઓમિક્રોન એ ડેલ્ટા પ્લસ કરતા અલગ પ્રકાર નો વેરિયન્ટ છે. તે જીવલેણ નથી પરંતુ ફેલાવો ઝડપથી થાય છે. એમિક્રોન ના લક્ષણો મા સામાન્ય શરદી, સામાન્ય તાવ, ગળા મા દુખાવો, પરસેવો વળવો, સ્વાદ કે ગંધ ન પારખી શકવા, માથા મા દુખાવો જેવા સામાન્ય લક્ષણો મોટાભાગ ના દર્દીઓ મા જોવા મળ્યા છે. બાળકો મા તાવ, માથુ દુખવુ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે.

 

*શુ શૈક્ષણિક કાર્ય પૂન: બંધ કરવુ જરૂરી છે?*

-ના, શૈક્ષણિક કાર્ય બંધ કરવા ની કોઈ આવશ્યકતા નથી. શાળા તથા વાલી દ્વારા સલામતી અંગે સાવચેતી રાખવાથી ઓમિક્રોન ને અટકાવી શકાશે.

 

*બાળકો મા ઓમિક્રોન ના ફેલાવા ને કઈ રીતે અટકાવી શકાય?*

-કોવિડ ના કારણે જે બાળકો નુ ન્યુમોનિયા, ફ્લુ વગેરે નુ વેક્સિનેશન બાકી છે તે સત્વરે કરાવવુ.

-સ્તનપાન કરાવતી માતા એ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ.

-ઘર ના દરેક ૧૮ વર્ષ થી મોટી ઉંમર ના સભ્યો નુ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ.

-શાળા મા શૈક્ષણિક તથા બીન શૈક્ષણિક સ્ટાફ નુ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ.

-ઘર તથા શાળા ના બારી-બારણા ખુલ્લા રાખવા. એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવા.

-શાળા મા સામાજીક અંતર જાળવી બાળકો ને બેસાડવા.

-બાળકો પોતાની પાણી ની બોટલ તથા નાસ્તો ઘરેથી જ લાવે તેમજ તેનુ શેરીંગ બીજા બાળકો સાથે ન કરે તેની તકેદારી રાખવી.

-બાળકો સેનિટાઈઝર તથા માસ્ક પહેરવા અંગે સમજ આપવી.

-દરેક લેક્ચર મા શિક્ષકોએ ક્લાસ મા પ્રવેશતા ની સાથે સેનિટાઈઝર કઈ રીતે લગાવવુ તેમજ માસ્ક કઈ રીતે પહેરવુ તેની પ્રેક્ટીકલ સમજ બાળકો ને આપવી.

-જે બાળકો ને શરદી-ઉધરસ થઈ હોય તેવા બાળકો એ ૪-૫ દીવસ શાળા એ ન જવુ. તે અંગે વાલી તથા શાળા એ જાગૃત બનવુ.

-જાહેર મેળવવાઓ, ભીડ વાળી જગ્યાઓ પર બાળક ને ન લઈ જવા.

-કોઈ સ્કુલ ના સ્ટાફ કે બાળકો મા કોવિડ કેસ આવે તો તાત્કાલીક ધોરણે થોડા દીવસ માટે શાળા બંધ કરવી.

-બાળકો મા શરદી-ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક ડોક્ટર નો સંપર્ક કરવો.

-બાળકો મા હેન્ડવોશ ની સમજ કેળવવી.

ઉપરોક્ત તકેદારીઓ રાખી બાળકો ને ઓમિક્રોન થી બચાવી શકાશે. ઓમિક્રોન થી બચવા નો એક માત્ર ઉપાય SMS.

S-Sanitizer

M-Mask

S-Social distance.

 

ઓમિક્રોન થી ગભરાવવા ની જરૂર નથી. સમયસર સાવચેતી, સલામતી તથા સારવાર દ્વારા તેને નાથી શકાય છે.

-અહેવાલ

નિર્મિત કક્કડ

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા,તાલુકાના રામપર(પાડાબેકર) ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ*

editor

*HELLO MORBI NEWS: પડધરી:પડધરીના બાળ રોજેદારે રોજુ રાખી ખુદાની બંદગી કરી*

editor

*મોરબીના પીપળી ગામે ઇ શ્રમ કાર્ડ કાઢવા માટે કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment