• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય*

*રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત પૂર્ણ થતાં
સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોની રોજબરોજની કામગીરી વહન કરશે*
……
*સામાન્ય ચૂંટણીઓ બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળતાં સુધી સંબંધિત મહાપાલિકાના કમિશનરોને રોજબરોજની કામગીરીની જવાબદારી સોપતા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી*
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત તા.૧૩ ડિસેમ્બર-ર૦ર૦ના પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં સુધી આ મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરોને આવી મહાનગરપાલિકાની રોજબરોજની કામગીરી વહન કરવાના આદેશો કર્યા છે.
તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ આવી રોજિંદી કામગીરી સંભાળશે. આ સમય દરમ્યાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી.
આ ૬ મહાનગરોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળે નહિ ત્યાં સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ રોજબરોજની કામગીરી વહન કરશે તેમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ … ……

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૮ જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ*

editor

*મોરબી ના રફાળેશ્વર નજીક ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે બંધ પડેલા આઇસર માંથી મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂ નો મોટો જથ્થો જપ્ત કર્યો*

Hello Morbi

*મોરબી:દિવાળીના તહેવારોમાં મોરબી ટ્રાફિક પોલીસે વાહનચાલકોને દંડની જગ્યાએ ગુલાબના ફૂલ આપી ગૃહ મંત્રી ની સૂચના નૂ અમલ કર્યું*

Hello Morbi

Leave a Comment