• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પનામ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ પડધરી દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો*

કૌશિક કોટક પડધરીપનામ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ,પડધરી દ્વારા તારીખ ૨૬/૧૨/૨૦૨૧ ને રવિવાર ના રોજ ફ્રી સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન નંદપુર ગામ મુકામે કરવામાં આવેલ હતું. જેમાં પનામ હોસ્પિટલ ના બધા જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એ સેવા આપેલ હતી. જેમાં ઓર્થોપેડીક સર્જન ડો.રજનીશ ઝાલાવાડીયા, બાળરોગ નિષ્ણાત ડો.તુષાર ઝાલાવાડીયા, સ્ત્રી રોગ અને પ્રસુતિ નિષ્ણાંત ડૉ. મિત્તલ ઝાલાવાડીયા અને ડો.ધવલ ખીરસરિયા, જનરલ ફીઝીશ્યન ડો. રિતેશ મારડિયા, જનરલ સર્જન ડો. પ્રતીક રાવલ, ચામડીના રોગોના નિષ્ણાંત ડૉ.જય મોઢા, કાર્ડિયોલોજીસ્ટ ડૉ.મનદીપ ટિલારા, ગેસ્ટ્રો સર્જન ડૉ. ભાવિક વસોયા તેમજ ડેન્ટલ સર્જન ડો. નેન્સી ઝાલાવાડીયા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ ને વિના મુલ્યે નિદાન અને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું.
આ કેમ્પ માં જરૂરિયાત મંદ દર્દીઓ ને લોહીની તપાસ જેવી કે હાડકાની ધનતા માપવા માટે BMD નો રીપોર્ટ, વાં તથા સંધિવા માટે યુરિક એસિડ નો રીપોર્ટ, ડાયાબિટીસ નાં દર્દીઓ માટે સુગર નો રીપોર્ટ, બી.પી. તથા હદય રોગના દર્દીઓ માટે કાર્ડિયોગ્રામ નો રીપોર્ટ તેમજ લોહીના ટકા ચેક કરવા માટે નાં જરૂરી રીપોર્ટ આ કેમ્પ માં ફ્રી કરી આપવામાં આવેલ હતા. તેમજ આ કેમ્પ દરમિયાન જરૂરિયાત મંદ દર્દીઓ ને દવાઓ પણ તદન ફ્રી આપવામાં આવેલ હતી. જેથી આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ નો નંદપુર તથા તેમની આજુબાજુ ગામના જરૂરિયાત મંદ ૪૦૦ થી પણ વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.
આ કેમ્પમાં બ્લડ ડોનેશન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાથાણી બ્લડ બેંકના સહયોગથી આશરે ૬૦+થી પણ વધારે લોહીની બોટલ એકત્ર થયેલ.
આ કેમ્પના આયોજકો અને કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓ નાં સહયોગ થી આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન થયેલ, જેથી પનામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ આ કેમ્પ નાં આયોજકો ડૉ. દિવ્યેશ દુધાગરા, નંદપુર પ્રાથમિક શાળા ના શિક્ષક ગણ, વિદ્યાર્થી ગણ તેમજ નંદપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રી તથા તમામ સભ્યશ્રી ઓ નો પનામ હોસ્પિટલ દ્વારા ખુબ ખુબ આભાર. 💐💐🙏🙏🌹

Charity begins at home…!!!

Related posts

*HELLO MORBI: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર જિલ્લા ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*ક્યુટ પરી ધાર્મીક ભાલોડીયા નો જન્મદિવસ રામધન આશ્રમ માં ઉજવાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒ટંકારા ખાતે ચાલતા પાણીની પાઇપ લાઇનના કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરતા ભાજપ અગ્રણીય*

editor

Leave a Comment