
બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારો સહિત વિવિધ પદાધિકારીઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન
બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના નવા વરાયેલા પ્રમુખ ડો.અવનીબેન આલ, ઉપપ્રમુખો સર્વ પૂજાબેન કે ઠક્કર, દક્ષાબેન પી જોષી, ધર્મિષ્ઠાબેન એન પટેલ, ગુજરાત ટેક્ષ બાર એસોસિયેશન એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર રાજુભાઈ વકીલ, બનાસકાંઠા ટેક્ષ બાર એસોસિયેશનના નવા પ્રમુખ રમેશભાઇ કચરાણી તેમજ ડીસા ટેક્ષ બાર એસોસિયેશનના નવા મંત્રી અશોકભાઈ બી ઠક્કર સહિત સૌ પદાધિકારીઓએ જલારામ મંદિર ડીસા ખાતે પધારી, પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી, આશીર્વાદ લીધા હતા.
આ પ્રેરણાદાયી અવસરે તમામ હોદ્દેદારોનું જલારામ મંદિર ડીસા તરફથી કંકુતિલક, ફૂલછડી તેમજ સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.તમામ હોદેદારોઓ તેમના વક્તવ્યમાં સન્માન બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.જલારામ મંદિર ડીસા તરફથી કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, નાથાલાલ ખત્રી, નરેશભાઈ આચાર્ય, દિનેશભાઇ દીપ તેમજ ચંદુભાઈ એટીડીએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ દિવ્ય અવસરે સર્વ હિતેશભાઈ સોનપાલ, કલ્પેશભાઈ -લાલાભાઈ, પ્રફુલ્લભાઈ જોષી, પ્રવિણભાઈ કતીરા, મહેન્દ્રભાઈ આર, ગણપતભાઈ અખાણી, વિનોદભાઈ ગોહિલ, ભરતભાઈ ગોકલાણી સહિત મોટી સંખ્યામાં જલારામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
