• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એવન્યુ પાર્ક ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન*

*ગૌસેવા ના લાભાર્થે આયોજીત સપ્તાહ મા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત*

 

મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા તા.૨૭-૧૨ થી ૨-૧ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ ગૌસેવા ના લાભાર્થે આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત ભાગવતાચાર્ય સુહાગભાઈ દવે ના વ્યાસાસને યોજાયેલ ભાગવત સપ્તાહ મા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવવા મા આવ્યા હતા. ગૌસેવા ના લાભાર્થે આયોજીત સપ્તાહ મા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. જેમાંથી ખર્ચ બાદ કરતા આશરે ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવા મા ઉપયોગ મા લેવા મા આવશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ ને સફળ બનાવવા મીતાબેન જોશી, રમાબેન કોઠીયા, ગીતાબેન કૈલા, રિયાબેન ગ્વાલાણી, હેતલબેન જોશી, અનિતાબેન હીરાણી, ઝરણાબેન પંડ્યા, હેમાલીબેન રાચ્છ, જાગૃતિબેન કૈલા, શારદાબેન બારૈયા,હસુભાઈ ચંડીભમર, માવજીભાઈ બરાસરા, રમણીકભાઈ ચંડીભમર, દેવેન્દ્રભાઈ હિરાણી, પ્રવિણભાઈ સેતા, ભરતભાઈ ગ્વાલાણી, વિનુભાઈ કાથરાણી, સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ સોસાયટી ના તમામ રહીશો તેમજ સહયોગીઓ, રોકડીયા હનુમાન મંદિરના મહંત તથા બજરંગ ધૂન મંડળ નો આયોજકો એ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.

 

લી.

નિર્મિત કક્કડ

Related posts

*અવસાન નોંધ મિતાણા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની શુભેચ્છા મુલાકાત*

editor

Five more arrested for IB staffer Ankit Sharma’s murder in Delhi riots

Admin

Leave a Comment