• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લીલાશા કુટિયા ડીસાની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ આપતા* આનંદનાથજી મહારાજ..

ડીસા-કાંટ માર્ગ ઉપર નવનિર્માણ પામનાર સંત શ્રી લીલાશા કુટિયાની શુભેચ્છા મુલાકાત લઈ જાણીતા સંત/કથાકાર પૂજ્ય આનંદનાથજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

આ અવસરે લીલાશા કુટિયાના પ્રોજેક્ટ ચેરમેન દીલીપભાઈ ઠરિયાણી,પ્રમુખ વિજયભાઈ હેમનાની,ટ્રસ્ટીઓ તેમજ સેવકો ભોજુભાઈ ખત્રી,ગોવિંદભાઈ, રમેશભાઈ ભાગચંદાણી,અનીલભાઈ ફુલવાણી,મનુભાઈ ગુરબાણી સહિત અનેકજનોએ ખાસ ઉપસ્થિત રહીને પૂજ્ય આનંદનાથજી મહારાજનું ભાવભીનું સ્વાગત તેમજ સન્માન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

પૂજ્ય આનંદનાથજી મહારાજે પૂજ્ય સંત લીલાશા મહારાજનું દિવ્ય સ્મરણ કરી તેમનાં માનવતાવાદી આધ્યાત્મિક સત્કાર્યોને યાદ કર્યાં હતાં.લીલાશા કુટિયાના માધ્યમથી માનવતાનાં વિવિધ કાર્યો થાય એવા આશીર્વાદ પણ આપ્યા હતા.પૂજ્ય નંદુબાનું પણ આ અવસરે સન્માન કરાયું હતું.પૂજ્ય પ્રશાંતમૂર્તિજી મહારાજ, પૂજ્ય બ્રહ્મર્ષિ મહારાજ, પૂજ્ય બાલનાથજી મહારાજ સહિત આનંદ સત્સંગ પરિવારના સત્સંગીઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ફાયરીંગ વાંકાનેર બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોની ૧૯ જાન્યુઆરી-૨૦૨૧ સુધી પ્રવેશ બંધી.

Hello Morbi

પ્રેસનોટ:

Hello Morbi

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

Leave a Comment