• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિર ખાતે કોરોના વેકસીન તેમજ કોરોના ટેસ્ટની શરૂ કરાઈ કામગીરી*

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્રારા કોરોનાથી બચવા અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીન, ટેસ્ટ, દવા વિતરણની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે ડીસા જલારામ મંદિરના આરોગ્ય ધામ ખાતે પણ તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરાઈ છે.

ડીસા આરોગ્ય ખાતાના મેડિકલ ઓફિસર ડો.જીતેન્દ્ર ગોસ્વામી અને એમની નિષ્ઠાવાન ટીમના પ્રયાસોથી ડીસા જલારામ મંદિર ખાતે દીપ પ્રગટાવી સ્પેશિયલ કોરોના માટે જ જાહેર જનતાના લાભાર્થે દવાખાનું શરૂ કરાયું છે.

આ અવસરે જલારામ સેવકો સર્વ શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,આનંદભાઈ પી.ઠકકર,કેશવલાલ ચાવડા,નાથાલાલખત્રી,ડો.ગઢવી, હસુભાઈ ઠકકર ,કિરણભાઈ માળી,દીલીપભાઈ બારોટ, નિરંજનભાઈ એન.ઠકકર તેમજ આરોગ્ય કર્મચારીઓએ ખાસ હાજર રહી ગાયત્રી મંત્રના ગાન થકી દીપપ્રાગટય કરી કોરોના દવાખાનાનો શુભારંભ કર્યો હતો.ડીસા અને બનાસકાંઠા સહિત સમગ્ર ભારત કોરોનાથી મુક્ત થાય તેવી જલારામ બાપાને સૌએ પ્રાર્થના પણ કરી હતી.

Related posts

*HELLO MORBI: કમળ કમલમ પહોંચે તેવો મોરબી માં માહોલ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના ત્રાજપર ગામના બાવીસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા દુઃખદ અવસાન:બેસણું:સાદડી*

editor

*રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે ટંકારા ખાતે જરૂરિયાત મંદ ને અનાજ વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment