• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા માં કોરોના ના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લા માં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે*

તેમજ હોમ આઇશોલેશન માં રહેલા પોઝીટીવ દર્દીઓ ની આરોગ્ય તપાસ માટે કુલ 8 સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરેલ છે..

 

વધુ માં આજ રોજ માન. કલેકટર શ્રી જે. બી. પટેલ સાહેબ, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. જે. ભગદેવ સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. જે. એમ. કતીરા, તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવાડીયા દ્વારા કન્ટેન્ટ મેન્ટ ઝોન ની મુલાકાત લઈ,

 

કોરોના પોઝીટીવ દર્દીઓ ની મુલાકાત કરી તેમની તબિયત વિષે ખબર અંતર પુછી તેમજ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કરેલ.

 

તેમજ ધનવંતરી રથ અને સંજીવની રથ ની કામગીરી ની સમીક્ષા કરવામાં આવેલ.

 

વધુ માં હોમ આઈશોલેશન માં રહેલા મોટા ભાગ ના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસી ના બંને ડોઝ લઈ લીધેલ હોઈ કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી. તેમજ હોસ્પિટલ મા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી..

 

*આથી આજ માન. કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા મોરબી ની તમામ જનતા ને કૉવિડ એપ્રોપ્રીએટ બેહેવિયર રાખવા તેમજ વેકશીન ના બંને ડોઝ તુરંત લઈ લેવાની અપીલ કરેલ છે.*

 

જેથી કોરોના ના ગંભીર લક્ષણો થી બચી શકાય અને મોરબી જીલ્લા ને કોરોના થી બચાવી શકાય.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કેમ્પ યોજાયો*

Hello Morbi

*GJ36AC ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે રી-ટેન્ડર પ્રક્રિયા*

Hello Morbi

Leave a Comment