• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગર પાલિકા ની હદમાં ચાલતા હીરા સરી ના માર્ગ પર ના કામ પર ચાલતી ભૂલો દૂર કરવા રજૂઆત*

પ્રતિ, તા. ૦૩/૦૨/૨૦૨૨.

ચીફ ઓફિસર શ્રી

મોરબી નગરપાલિકા મોરબી.

 

વિષય – હીરાસરી ના માર્ગ ના ચાલી રહેલ કામ માં થતી ક્ષતિ ઓ સુધારવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી.

 

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે હાલ માં મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે, આ પહેલા જયારે આ રોડ નું કામ થયેલ ત્યારે પણ ખુબજ નબળું કામ થયેલ જેના કારણે ખુબજ ઓછા સમય માં કામ ફરીથી કરવાની જરૂર પડી છે. અને પબ્લિક ના ટેક્ષ દ્વારા સરકાર માં જમાંથયેલ પૈસા નું વળતર જે મળવું જોઈએ તે મળ્યું નથી.

 

હાલ માં ચાલતા કામમાં આજે સ્થળ ઉપર મુલાકાત લેતા કામ ખુબજ નબળી ગુણવતા નું થઇ રહ્યા નું માલુમ પડેલ હતું સ્થળ ઉપર ના કોન્ટ્રકાટર ના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટ ની નકલ ઉપલબ્ધ ન હતી કામ ચાલતી સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું . લોકો ને ચાલવા માટે રોડના ડાયવર્ઝન ન કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. કોઈ સાઈન બોર્ડ પણ મારવામાં આવેલ ન હતા .

 

ચાલી રહેલ કામ માં ખોદેલા રોડ માં નીચે બેઈઝ માં લુઝ મટીરીયલ્સ કે જે નબળી ગુણવતા તેમજ અયોગ્ય હતું ને નાખવામાં આવી રહ્યું હતું. જેથી હાલ માં ચાલી રહેલું કામ ખુબજ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું હતું. સિમેન્ટ કોન્ક્રેટ ને પાણી છાંટવામાં ભયકર બે દરકારી જોવા માં આવી હતી, જો આવું જ કામ ચાલતું રહેશે તો આ રોડ ખુબજ ટુકા ગાળા આ રોડ તૂટી જશે. અને લોકોએ દ્વારા ટેક્ષ ના ભરેલા પૈસા થી બનેલ આ રોડ બીજી વાર પણ નબળો બનશે.

 

માટે અમારી માંગણી છે કે આ કામ યોગ્ય રીતે થાય તેમજ સાઈટ પરના એન્જીનીયર સતત તેની ઉપર દેખરેખ રાખે નિયમિત હાજર રહે , સેમ્પલો લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનતી.

 

જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગો રજુઆતો કરવાની ફરજ પડશે

 

તો આ બાબતે સત્વરે યોગ્ય કરવા વિનતી.

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ, તરફ જાણ તેમજ યોગ્ય આદેશો કરી કામ સારું થાય તેવી સુચના આપવા વિનંતી સહ.

(૨) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૩) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૫) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવનિર્મિત ઓગડ તાલુકા પંચાયતના પ્રથમ ઉપપ્રમુખ તરીકે ભારતીબેન નિરંજનભાઈ ઠક્કરની કરવામાં આવી નિમણૂંક*

editor

*જલારામ મંદિર ડીસા ખાતે પોલિયો રસીકરણ અભિયાનના કાર્યકર્તાઓનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*દુઃખદ અવસાન /ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી*

Hello Morbi

Leave a Comment