• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી

પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ‚ મોરબી જિલ્લાનાઓએ એસ.ઓ.જી. ચાર્ટર મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા નાઓને બાતમી હકીકત મળેલ કે, રાજકોટ શહેર ડી.સી.બી પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૮૦૫૫૨૩૦૨૦૩/૨૦૨૩ પ્રોહી એકટ ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨), ૬૭ (A), ૬૫ (A), ૬૫ (E) તથા આઇ.પી.સી.કલમ-૨૭૨,૨૭૩,૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૨, ૪૮૩, ૧૨૦(બી) વિ.મુજબના ગુન્હામાં છેલ્લા ૦૪ માસથી નાસતો ફરતો આરોપી રાહુલ અશ્વિનભાઇ લુવાણા રહે.રવાપર ગામ, ઘુનડા રોડ, ૪૦૨ લોટસ-૦૨, તા.જી.મોરબી વાળો હાલે મોરબી-૨ ફ્લોરા ડી માર્ટ પાસે ઉભેલ છે અને મજકૂર આરોપીએ શરીરે સફેદ કલરનુ ટુંકી બાયનુ ટીશર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ છે. સદર હકીકત વાળા સ્થળે જઇ વોચ કરતા હકીકત વાળો નાસતો ફરતો મજકુર ઇસમ મળી આવતા તા.૦૮/૦૨/૨૦૨૪ ના કલાક ૨૨/૦૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

નાફતો ફરતો આરોપી :-
રાહુલ અશ્વિનભાઇ કોટેચા જાતે લુવાણા ઉ.વ.૩૨ ધંધો વેપાર રહે. રવાપર ગામ, ઘુનડા રોડ, ૪૦૨ લોટસ- ૦૨, તા.જી.મોરબી

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગંઢવી, રસીકકુમાર કડીવાર તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ ડાંગર તથા આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા તેજપાલસિંહ ઝાલા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લાવડીયા વિગેરે જોડાયેલ હતા.

Related posts

*હડીયાણા પાણી પ્રશ્ન ને રજૂઆત કરવા ગયેલા મહિલા ઓને સરપંચ સીધો જવાબ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણા દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા માઁ આશાપુરા ના પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment