• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૩૬ દર્દીઓએ લાભ લીધો , ૧૫૨ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

* મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો *

 

*અત્યાર સુધી ના ૬ કેમ્પ મા કુલ ૨૧૩૫ લોકોએ લાભ લીધો.*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૨-૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૩૬ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૫૨ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,હસુભાઈ પંડિત, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાંચ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૭૯૯ લોકો એ લાભ લીધો હતો તેમજ ૮૩૬ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસ ના કેમ્પ મા કુલ ૩૩૬ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ કુલ ૧૫૨ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા મા આવશે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI: મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ અને ટીમની કાબિલેદાદ કામગીરી:હળવદ નજીક દૂધ ના ફિલ્ટર મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. ૩૪ લાખનો દારૂ ઝડપી પાડયો:*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: નવયુગ એજ્યુકેશનની શાનમાં વધું એક યશ કલગી, યુનિવર્સિટીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં નવયુગના વિધાર્થીઓ રહ્યા અગ્રેસર*

editor

*HELLO MORBI:વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ*

editor

Leave a Comment