• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : બમ્પ ઠેકીને બાઈક સીધું જ વિજપોલ સાથે અથડાતા ચાલકનું મોત*

મોરબી : મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ હરી ઓમ સોસાયટીમા શેરીમા આવેલા બમ્પ ઠેકીને બાઈક સીધું જ વિજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                             આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં ધીરૂભાઇ ગોરાના મકાનમા રહેતા રાજેશભાઇ પ્રાગજીભાઇ કવૈયા (ઉ.વ.૫૫) નામના આધેડ તા.૬ ના રોજ રાત્રિના આશરે સાડા દસેક વાગ્યા પોતાના હીરો હોન્ડા સીડી ડીલક્ષ મો.સા.નં-GJ-03-CH 6540 પર હરી ઓમ સોસાયટીમા શેરીમા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે શેરીમા રસ્તામા બમ્પ હોવાથી પોતે મો.સા.પરનો કાબુ ગુમાવતા બાજુમા આવેલ ઇલેટ્રીક થાંભલા સાથે મો.સા. અથડાતા બાઈક ચાલક આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા બનેલ વણશોધાયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*મોરબી જીલ્લામાં મળી આવેલ બે સગા ભાઈ બહેનના પરિવારને શોઘી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્* *મોરબી જીલ્લામાં બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના સધન અને સતત પ્રયાસથી બાળકોના માતા પરિવારને શોધી સોંપવામાં આવ્યા*

Hello Morbi

*મોરબીની રવાપર રોડ પરની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે રવિવાર ને તા ૧૭ ૪ ના રોજ રક્તદાન કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment