• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શિક્ષકની કલાથી શાળાની દિવાલો બોલતી થઈ*

શરદ એમ.રાવલ

હડિયાણા..

કોરોના મહામારીને લીધે બાળકો શાળાએ આવી અભ્યાસ કરી શકતા ન હોઈ શિક્ષકો દ્વારા ઓનલાઈન માધ્યમથી શિક્ષણકાર્ય ચાલુ હતું. ત્યારે જોડિયા તાલુકાની શ્રી આણંદા પ્રા. શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ સોલંકી દ્વારા બાળકોના ઓનલાઈન શિક્ષણ કામગીરી બાદ સમયનો સદુપયોગ કરી પોતાની શાળાની દિવાલો પર સુંદર ચિત્રો બનાવી શાળાનું વાતાવરણ ખરેખર શિક્ષણમય બનાવી દીધું છે. તેમના આ કાર્યથી પ્રેરાઇ શાળાના બાળકો પણ ચિત્રકલા પર વળ્યા છે. તેમના આ કાર્યમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફના અન્ય શિક્ષકો પણ જોડાઈ ટીમ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાઓ શરૂ થતાં હાલ આ શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. જેનું પ્રતિબિંબ બાળકોમાં જોઈ શકાય છે. મહેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને બાળકો, શિક્ષકો અને ગ્રામજનો બિરદાવે છે. જોડિયા તાલુકા શિક્ષણ પરિવાર તેમની આ કલા માટે અભિનંદન પાઠવે છે…….

 

Related posts

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો*

editor

*હળવદ હત્યા કેસમાં જામીન મેળવી ફરાર થયેલા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

Leave a Comment