• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીના ત,શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રિઝ નામના કારખાને બનેલ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢતી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રિઝ નામના કારખાને બનેલ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢતી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૪૨૧૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૯/૧૦/૨૦૨૪ ના કલાક ૦૨/૦૫ વાગે દાખલ થયેલ છે. આ કામે ફરીયાદી દિપકભાઇ બગ્ગાભાઇ ડામોર જાતે આદીવાસી ઉ.વ. ૩૫ ધંધો મજુરીકામ રહે હાલ ગાળા ગામની સીમમા આવેલ રજનીભાઇ પટેલની વાડીએ તા.જી. મોરબી મુળગામ રીંગનોદ તા સરદારપુર થાના સરદારપુર જી ધાર (એમ.પી) વાળાની ફરીયાદ હકિકત એવી છે કે ગઇ તા.૨૮/૧૦/૨૦૨૪ના સાંજના સાતેક વાગ્યાના અરસામા, આ કામના મરણજનાર ભુરીબેન વા/ઓ નરબેસીંગ બગ્ગાસીંગ મેડા તેઓના પતિ આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા ને ફટાકડા લેવા માટે રૂ. ૫૦૦/- આપેલ હોય જે બધા પૈસાના આરોપી ફટાકડા લઇ આવેલ હોય જેથી મરણ જનારે આરોપી સાથે ઝઘડો કરેલ અને મરણજનારે આરોપીને મારી લીધેલ હોય જેથી આરોપીને ગુસ્સો આવી જતા તેની બાજુમા પડેલ લાકડાના ધોકા વડે મરણજનારને મારી નાંખવાના ઇરાદાથી માથાના પાછળના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી મ્હે.જીલ્લા મેજી.સા.મોરબીના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત ગુન્હો રજી.કરાવેલ.
બાદ સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી તથા શ્રી પી.એમ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબી નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીનરબેસિંગ ભગ્ગાસિંગ મેડા નાઓની તપાસ કરતા આ કામનો આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા જાતે આદીવાસી રહે હાલ તળાવીયા શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીજ નામના કારખાનાની લેબર કોલોનીમા તા.જી. મોરબી મુળગામ કંજરોટા તા સરદારપુર થાના સરદારપુર જી.ધાર (એમ.પી.) વાળો મળી આવતા મજકુર આરોપીને તા-૨૯/૧૦/૨૦૨૪ ના ક-૧૯/૩૦ વાગ્યે ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાલે ચાલુમા છે.
અટક કરેલ આરોપી :-
(૧) નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા જાતે આદીવાસી રહે હાલ તળાવીયા શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીજ નામના કારખાનાની લેબર કોલોનીમા તા.જી. મોરબી મુળગામ કંજરોટા તા સરદારપુર થાના સરદારપુર જી.ધાર (એમ.પી.)

Related posts

*મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં રાસાયણિકખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*

editor

*HELLO MORBI NEWS:શ્રી રામ ચરિત માનસ મંડળ ડીસાના નિષ્ઠાવાન સેવક શંભુભાઈ ગીરધરલાલ ઠક્કરનું થયેલ અવસાન*

editor

Leave a Comment