• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા,સંસ્કાર મંડળ ડીસા અને રાગકરાઓકેના સંયુક્ત ઉપક્રમે*

ડીસાના આંગણે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીની શ્રદ્ધાંજલિ અંતર્ગત સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન થયું

 

કલાકારોએ લતાજીના અવાજમાં ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

 

 

ડીસા આદર્શ હાઇસ્કુલના હેડગેવાર પ્રાર્થનાખંડમાં ગત શનિવારની રાત્રે સ્વર સામ્રાજ્ઞી,ભારતરત્ન સ્વ.લતા મંગેશકરની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનુ આયોજન અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા, સંસ્કાર મંડળ ડીસા અને રાગકરાઓકે ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ તરીકે રામભાઇ રાજપૂત- અધ્યક્ષ ગ્રો વ્રત સંકલ્પ અભિયાન તથા હિતેશભાઈ અવસ્થી- મંત્રી સંસ્કાર મંડળ ડીસા , યશવંતભાઈ શાસ્ત્રીજી- સુખદેવ સેવા સંસ્થાનની ઉપસ્થિતિમાં સૌપ્રથમ વંદેમાતરમ ગાન બાદ દીપ પ્રાગટ્ય કરી આદરણીય લતાદીદીને શ્રધ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનદાસ બંધુ-અધ્યક્ષ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું ફુલછડી અને શાલ થી સન્માનિત કરાયા હતા.રાગકરાઓકે મ્યુઝિક ક્લબના સંગીતકાર આશુતોષભાઈ દવેના સથવારે વિવિધ કલાકારોએ લતાજીના ગીતોને રજૂ કરતાં શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.આ કાર્યક્રમમાં બાબુભાઈ પટેલ-મહામંત્રી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા,પરમાનંદભાઈ શર્મા-ઉપાધ્યક્ષ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા,પ્રવીણભાઈ નાઈ- મંત્રી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા,નટુભાઈ વ્યાસ-અધ્યક્ષ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ડીસા,હર્ષદભાઈ સેવક- ઉપાધ્યક્ષ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ડીસા, નરસિંહભાઇ લોઢા- મંત્રી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ડીસા‌,ભરતદાન ગઢવી,કે.પી.રાજપૂત,દીનેશભાઇ કવિરાજ, ચંદુભાઇ એડીટી,પ્રવીણભાઈ પટેલ,માલદેવભાઈ સુથાર,કિશોરભાઈ ત્રિવેદી વગેરે હાજરી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પરમાનંદભાઈ શર્મા અને પ્રવીણભાઈ નાઇ દ્વારા કરવામાં આવ્યું હતુ.એન્કરમાં પાર્થભાઈ (પાટણ) અને સંગીતમાં કિર્તી અનાવાડીયા,કિરીટ ગોસાઈએ પણ સંગીતની સૂરાવલી રેલાઈ હતી.આ કાર્યક્રમમાં ડીસાના પ્રબુદ્ધ નાગરીકો,સંગીત પ્રેમીઓ,પત્રકારો ખાસ હાજર રહ્યા હતા.

Related posts

*હડીયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પુત્ર ઝળક્યો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*જોડિયા ખાતે ટીબી સારવાર મેળવેલ દર્દી ઓને ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ નું વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment