• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુરત શહેર ખાતે મહિલા ઓ નું સન્માન કરાયું*

સુરત: રક્ષક ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 13 માર્ચ 2022 ના રોજ ભગવાન મહાવીર યુનિવર્સિટીના સ્કૂલ ઓડિટરીયમમાં ૫૧ આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મહિલાઓનું ઉત્સાહ વધારવા જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યશીલ નામાંકિત મહિલાઓ હાજર રહી હતી.

 

સુરત શહેરના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજમાં રક્ષક ગ્રુપ દ્વારા મહિલાઓનું સન્માન કરવા કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલબિહારી બાજપાઈજીની પ્રખ્યાત રચના “મેરી એકયાવન કવિતા” થી પ્રેરણા લઈ રક્ષક ગ્રુપ દ્વારા વર્ષોથી ૫૧ મહિલાઓનું વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સન્માન કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં પોતાના દેશ,શહેર અને પોતાના પરિવારને ગૌરવ અપાવનારી આત્મનિર્ભર મહિલાઓને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી.જેમાં મહેમાન તરીકે સુરત શહેર ના ડી સી પી ઝોન 2 શ્રી ભાવના બેન પટેલ સુરત શહેર મહાનગર પાલિકા ના દંડક શ્રી વિનોદ ભાઈ પટેલ સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના અધ્યક્ષા શ્રી શીલાબહેન તારપરા ગુજરાતી મુવી ના એક્ટર શ્રી ગોકુલ બારૈયા યોગગરબા ક્રિએટર શ્રી એનીષ રંગરેજ તથા શ્રી પ્રકાશ ભાઈ પટેલ ડીંડોલી પાટીદાર અગ્રણી અને સ્કાય મેક્સ કંપની ના ઓનર શ્રી રાજુભાઇ શાહ લાયન્સ ક્લબ ના શ્રી મતી મોના બહેન દેસાઈ તથા કળશ ફાઉન્ડેશન ના શ્રી મતી મિતા બહેન નાયક હાજર રહ્યા હતા તથા રક્ષક ગ્રુપના નેશનલ પ્રેસિડેન્ટ ગૌરવ પટેલ,નેશનલ જનરલ સેક્રેટરી વિરલ વ્યાસ,કલ્પેશ પટેલ અને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ દક્ષિત પંડ્યા અને રાષ્ટ્રીય સલાહકાર જયેશ જોશી અને તેમની ટીમ દ્વારા ખૂબજ સરસ આયોજન કરાયું હતુ. વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધ હસ્તીઓના હસ્તે કરાયેલા સન્માનથી મહિલાઓમાં ઉત્સાહ વધ્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *”દેહદાતા” મુઠ્ઠી ઊંચેરા માનવી ન્યાલચંદભાઈ પીતાંબરભાઈનું અતિ પ્રેરણાદાયી જીવન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટમાં લઘુ અખબારોના આગામી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આપશે હાજરી: પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળની લીધી શુભેચ્છા મુલાકાત*

editor

Leave a Comment