• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ડીસા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા લોકલાડીલા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી*

ડીસા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા લોકલાડીલા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી
ડીસા-13 વિધાનસભામાં ખૂબ જ મોટી લીડથી જીત્યા બાદ યુવાન,ઉત્સાહી,જાગૃત,ધાર્મિક અને કર્મઠ ધારાસભ્ય પ્રવિણભાઈ માળી વિવિધ દેવસ્થાનોએ દર્શનના માધ્યમથી માનતાઓ પૂર્ણ કરી આશીર્વાદ લઈ રહેલ છે.
તારીખ 22-12-2022 ગુરૂવારે સાંજે તેઓ ડીસા જલારામ મંદિરે દર્શને પધારતાં તેમનું ઢોલ-શરણાઈથી સ્વાગત કરાયું હતું.ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી તેમની સાથે જોડાયા હતા.આ અવસરે જલારામ ભકતો તેમજ અખિલ રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો સર્વ કનુભાઈ આચાર્ય,દયારામભાઈ આર.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,શંકરભાઈ કતીરા,ડાયાભાઈ હેમરાજભાઈ ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,જગદીશભાઈ પૂજારા,નટુભાઈ આચાર્ય,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઇ ચોક્સી,આર.ડી.ઠકકર,નરેશભાઈ આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,અતુલભાઈ એસ.ઠકકર,મહેશભાઈ પોપટ,વિષ્ણુભાઈ ઠક્કર સહિત અનેક અગ્રણીઓએ નોટબુકો દ્રારા ધારાસભ્ય પ્રવિણભાઈ માળીનું સન્માન કર્યું હતું.ડીસાની વિવિધ સેવાકીય સંસ્થાઓના સર્વ બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,ચંદુભાઈ એટીડી,ગફુલભાઈ દેસાઈ,કાંતિભાઈ માળી,દિનેશભાઈ કવિરાજ,જયેશભાઈ દેસાઈ તેમજ ઉપસ્થિત બહેનો અને બાળકોએ પણ પ્રવિણભાઈ માળીનું સન્માન કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લઈ પ્રજાની શકય તેટલી વધારે સેવા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

*મોરબી ના ખરેડા ગામ ખાતે અડધો ડઝન જુગારના રશિયા પકડાયા!*

Hello Morbi

*તમીલનાડુ રાજ્યની ચોરીનો આરોપી મોરબીમાંથી 30 કિલો ચાંદી સાથે ઝડપાયો*

Hello Morbi

Leave a Comment