• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના નેસડા ગામે પ્રાથમિક શાળા માં વિધાર્થી ઓની શિક્ષણ પ્રતેએ રુચિ વધાર વાના પ્રયત્નો કરતા શિક્ષક*

જોડિયા તાલુકાના નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક ધમસાણીયા રમેશચંદ્ર એસ. દ્રારા વિદ્યાર્થીઓ માં શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેં માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુંઓ નાં ઉપયોગ કરી ગણિત વિજ્ઞાન વિષયને અનુરૂપ શૈક્ષણિક સાપસીડી બનાવી હતી.જેને સમગ્ર રાજ્ય માં પ્રથમ સ્થાન મળ્યું હતુ અને નેશનલ કક્ષા તા.28 ફેબ્રુઆરી થી 2 જી માર્ચ 2021 એ પ્રદર્શિત થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્રારા આયોજિત પ્રથમ રાષ્ટ્રીય રમકડાં મેળો 2021 માં જામનગર જીલ્લા નાં જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળા નાં શિક્ષક ઘમસાણીયા રમેશચંદ્ર એસ દ્રારા નિર્મિત શૈક્ષણિક સાપસીડી સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી નેસનલ કક્ષા ઍ પસંદ થતા નેસડા પ્રાથમિક શાળા સહીત જોડિયા તાલુકા તેમજ જામનગર જીલ્લા નું ગૌરવ વધાર્યું છે. આ રમકડું બનાવવા માં શાળાના શિક્ષક શ્રી યોગેશ ભેંસદડિયા નો ખૂબ સહકાર પ્રાપ્ત થયો હતો.આ રમકડું તાલુકા,જીલ્લા અને રાજય સ્તરે નિર્ણાયકો દ્રારા સમગ્ર માપદંડોમાં યોગ્ય સાબીત થતા રાષ્ટ્રીય રમકડાં મેળા માં રજુ થયુ હતુ.શાળાના શિક્ષક રમેશભાઈ એ ધો.6 થી 8 નાં ગણિત વિજ્ઞાન વિષય ની અધ્યયન નીશ્પતિ સિદ્ધ થાય તેવી શૈક્ષણિક સાપસીડી બનાવેલ હતી .જેની રાષ્ટ્રીય રમકડાં મેળામાં પસંદગી થવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગજેરા સાહેબ,બી.આર.સી.કોં ઓર્ડીનેટર આશિષભાઈ,સી.આર. સી કોં ઓર્ડીનેટર કનુભાઈ ,એસ એમ સી અધ્યક્ષ, ગામના સરપંચ તથા શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારા તેમજ શાળાના શિક્ષક મિત્રો એ શુભેક્ષાઓ પાઠવી હતી…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક-૨૦૨૩ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અશોકભાઈ કાંજીયાને એનાયત*

editor

*HELLO MORBI: ટંકારા ની એમપી દોશી વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો નું અભૂતપૂર્વ સ્નેહમિલન યોજાયું*

editor

*ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં જ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં*

Hello Morbi

Leave a Comment