• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માંગરોળ શેરિયાજ બારા ની જેટીની માગણી ગુજરાત સરકારે સ્વીકારી*

માંગરોળ શેરિયાજ બારા ની ગ્રામ પંચાયતની મંજુરી પછી જેટીની માંગણી સ્વીકારાતાં એ.આઈ.એમ.આઈ.એમ.ને મોટી સફળતા મળી.

 

જાણવા મળેલ વિગતો મુજબ માંગરોળ તાલુકાના શેરિયાજ ‘બારા’ ઉપર જેટી બનાવવા મા આવે તે બહુ જુની માંગણી હતી. આ જેટી બનાવવા આજથી આઠ વર્ષ પહેલા રુપિયા ચાર કરોડ અને પાંસઠ લાખ મંજુર થયા હતા અને કોન્ટ્રાકટ પણ અપાઈ ગયેલ પણ માંગરોળના પ્રજા હિત રાજકીય નેતાઓ ની ખામી ના લીધે આ રકમ પાછી જતી રહેલ અને શેરિયાજ બારા ના માછીમારો આ જેટી થી વંચિત રહી ગયેલ.

જે તે સમયે પણ હાલના એ.આઈ.એમ.આઈ.એમ.ના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુલેમાન ભાઈ પટેલે આર ટી.આઈ.ધ્વારા માહિતી માંગતા ચારસો પચીસ પાનાનો અહેવાલ આવેલ જે સબમીટ કરી તેઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી તપાસની માગણી કરેલ.

એ પછી પણ વારંવાર મૌખિક અને લેખિત રજુઆતો ચાલુ રાખેલ અને એ.આઈ.એ.આઈ.એમ.ના માંગરોળ શહેર અને તાલુકાના હોદ્દેદારોએ શેરિયાજ બારાના માછીમારોને સાથે રાખી જેટી ફરીથી બનાવવા અને રિસર્વે કરી તાત્કાલિક કામ ચાલુ કરવા રજુઆતો કરેલ જેના ફળ સવરુપે ગુજરાત સરકારે રિસર્વે કરાવીને અદાજે રુપિયા આઠ કરોડ પંદર લાખ જેવી માતબર રકમ ફાળવી શેરિયાજ બારાની જેટી બનાવવા માટે જાહેર નિવીદા આપેલ છે.

શેરિયાજ બારા ની જેટી નુ કામ મંજુર થઈ જતાં અને કામ માટે જાહેર નિવીદા અપાતાં એ.આઈ.એમ.આઈ.પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુલેમાન ભાઈ પટેલે તેમજ પાર્ટીના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Related posts

*HELLO MORBI:ડીસાના એક વર્ષના યુવીક પટેલના જન્મદિવસે પૂજ્ય જલારામ બાપાના ભજનનું કરાયું દિવ્ય આયોજન*

editor

*HELLO MORBI NEWS: પડધરી:કાનજીભાઇ ભીમભાઈ ડોડીયાનું દુઃખદ અવસાન:બેસણું*

editor

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

Leave a Comment