• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 𝟏𝟐,𝟏𝟕,𝟎𝟎𝟎 બાર લાખ સતર હજારની ગૌસેવા અર્પણ કરાઈ*

જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 12,17,000 બાર લાખ સતર હજારની ગૌસેવા અર્પણ કરાઈ
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમગ્ર સનાતન હિંદુ સમાજમાં વિવિધ પરિવારોમાં થાય છે.ભજનના માધ્યમથી થતી તમામ આવક ગૌસેવા હેતુ જ વાપરવામાં આવે છે.
તાજેતરમાં વેલજીભાઈ હેમાભાઈ સુથાર પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં રૂપિયા 11 લાખની ગૌસેવા જલિયાણ ગૌમાતા હોસ્પિટલના નિર્માણ હેતુ રાજારામ ગૌશાળા ટેટોડાને અર્પણ કરવામાં આવી હતી.આ શુભ અવસરે ટેટોડા ગૌશાળાના ગૌ ભક્તો બલરામભાઈ ચૌધરી અને શાંતિભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એ પછીના ગુરૂવારે દીલીપભાઇ પરષોત્તમભાઈ ખત્રી પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં રૂપિયા એક લાખની ગૌસેવા ધૂળેટી મહાપર્વ નિમિત્તે જલીયાણ ગૌશાળા ડીસાના ગૌભકતો ભરતભાઈ નારણદાસ ઠકકર તેમજ વિનોદભાઈ પટેલને અર્પણ કરવામાં આવી હતી.
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ જણાવ્યું હતું કે રૂપિયા 17000 સતર હજારનું ઘાસ સદરપુર ગૌશાળામાં મોકલવામાં આવ્યું હતું.પૂજ્ય જલારામ બાપાના ભજનના માધ્યમથી થતી ગૌસેવા અને સંપૂર્ણ પારદર્શક વહીવટની સમગ્ર ગુજરાતમાં સરાહના થઈ રહેલ છે.

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા: સેજપાલ પરિવારની ક્યુટ બેબી “હાર્વી” નો આજે જન્મદિવસ આશીર્વાદની વર્ષા*

editor

*HELLO MORBI NEWS:ડીસાની સ્થાપનાના 200 મા વર્ષની ઉજવણી નિમિત્તે ચિત્રકલાના પુસ્તકોનું વિમોચન*

editor

*HELLO MORBI:નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી.*

editor

Leave a Comment